સુપ્રિમ કોર્ટે એલઆઈસી આઈપીઓ શેર એલોટમેન્ટ પર સ્ટે માટેની અરજી ફગાવતાં એલઆઈસીના આઈપીઓનું શેર એલોટમેન્ટ થઈ ચૂક્યું છે. જેનું લિસ્ટિંગ 17મેએ થશે. અમુક પોલિસી હોલ્ડર્સે એલઆઈસી આઈપીઓ શેર એલોટમેન્ટ પર સ્ટે અને વચગાળાની રાહત માટે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. એલઆઈસીનું લિસ્ટિંગ 17મેએ થશે. ગ્રે માર્કેટમાં સતત બીજા દિવસે રૂ. 949ની પ્રાઈસ બેન્ડ સામે 8થી 10 રૂપિયા ડિસ્કાઉન્ટ જોવા મળ્યુ હતું.

આગામી સપ્તાહે 2000 કરોડના બે આઈપીઓ

કેમ્પસના પ્રિમયમે લિસ્ટિંગ તેમજ એલઆઈસી આઈપીઓના પગલે વધુને વધુ કંપનીઓ આઈપીઓ યોજવા જઈ રહી છે. આગામી સપ્તાહે 2000 કરોડના વધુ બે આઈપીઓ આવી રહ્યા છે.  પેરાદીપ ફોસ્ફેટ્સે આઈપીઓ પ્રાઈઝ અને તારીખ જાહેર કરી છે. 17થી 19 મે દરમિયાન રૂ. 39-42ની પ્રાઈસ બેન્ડ પર કંપની રૂ. 1501.73 કરોડ એકત્ર કરશે. ઈથોસનો રૂ. 472.29 કરોડનો આઈપીઓ 18મેએ ખુલશે.

પ્રુડન્ટ અંતે 1.22 ગણો ભરાઇ ગયો

પ્રુડન્ટનો આઈપીઓ અંતે 1.22 ગણો ભરાયો હતો. ક્યુઆઈબી 1.26 ગણો, એનઆઈઆઈ 0.99 ગણો, રિટેલ 1.29 ગણો અને એમ્પ્લોયી 1.23 ગણો ભરાયો છે. શેર એલોટમેન્ટ 18 મે અને લિસ્ટિંગ 23 મેએ થશે.

CategorySubscription (times)
QIB1.26
NII0.99
Retail1.29
Employee1.23
Total1.22

ડેલ્હિવેરીનો આઇપીઓ બીજા દિવસે 23 ટકા ભરાયો

ડેલ્હિવરીનો આઈપીઓ બીજા દિવસે માંડ 23 ટકા ભરાયો હતો. રિટેલ 40 ટકા, ક્યુઆઈબી પોર્શન 29 ટકા સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો.

CategorySubscription (times)
QIB0.29
NII0.01
Retail0.39
Employee0.12
Total0.23

વિનસ પાઇપ્સનો આઇપીઓ 4.42 ગણો ભરાયો

વિનસ પાઈપ્સ બીજા દિવસે રિટેલ 7.52 ગણા સાથે કુલ 4.42 ગણો ભરાયો હતો. ક્યુઆઈબીએ 36 ટકા જ્યારે એનઆઈઆઈએ 2.59 ગણુ સબ્સ્ક્રિપ્શન નોંધાવ્યુ છે.

CategorySubscription (times)
QIB0.36
NII2.59
Retail7.52
Total4.42