(હે) LIC: ભજિયાના બદલે ખોટની તીખી તમતમતી ચટણી!!
- LICનો મેગા ઇશ્યૂ પ્રથમ દિવસે ડિસ્કાઉન્ટ 7.75 ટકા
- લાગ્યા હોય તો વેચવાની ઉતાવળ ના કરો નિષ્ણાતો
એલઆઇસીના મેગા ઇશ્યૂમાં પણ રોકાણકારોએ મૂડીરોકાણના મામલે કરવા ગયા લાપસી અને થઇ ગઇ થૂલી જેવો ઘાટ જોયો છે. ઇશ્યૂ પ્રાઇસ કરતાં 7.75 ટકા ડિસ્કાઉન્ટમાં બંધ રહેતાં મોટાભાગના રોકાણકારોમાં ફરી એકવાર નિરાશાની લાગણી ફેલાઇ છે. પરંતુ આજની માર્કેટ એક્ટિવિટી અને BFSI (banking, financial services and insurance) સેક્ટર્સના શેર્સમાં સુધારાની ચાલ, તમામ સેક્ટોરલ્સમાં ગ્રીન બંધ તેમજ સેન્સેક્સમાં 1345 પોઇન્ટની જંગી ઉછાળો, એલઆઇસીના મજબૂત ટેકનો- ફન્ડામેન્ટલ્સ જોતાં રોકાણકારોએ આ શેર લાંબાગાળા માટે હોલ્ડ કરવાની સલાહ નિષ્ણાતો અને બજાર પંડિતો તરફથી મળી રહી છે.
ભજિયાના બદલે ખોટની તીખી તમતમતી ચટણી પીધી
સામાન્ય રીતે આઇપીઓ મારફત સેકન્ડરી માર્કેટમાં એન્ટ્રી લેતાં રોકાણકારોની મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે, તેઓ લિસ્ટિંગના દિવસે જે gain અર્થાત્ નફો મળે તે લઇ લેતાં હોય છે. જેને દેશી ભાષામાં ભજિયા ખાનારો વર્ગ ગણવામાં આવે છે. પરંતુ એલઆઇસીના લિસ્ટિંગના કિસ્સામાં ભજિયા ખાનારા વર્ગને લિસ્ટિંગની શરૂઆતમાં તો ખોટની તીખી ચટણી ચટાડવાના બદલે પીવડાવી દીધી હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. ભજિયાં તો શું મમરી પણ માંડ હાથમાં આવી હતી!!
LIC: લિસ્ટિંગ ડે એક્ટિવિટી એટ એ ગ્લાન્સ
રૂ. 867.20 ખુલ્યો રૂ. 949ની ઇશ્યૂ પ્રાઇસ સામે બીએસઇમાં
રૂ. 920 ની ટોચે પહોંચ્યો ઇન્ટ્રા- ડે ટ્રેડમાં બીએસઇ ખાતે
રૂ. 860.10 ની બોટમ બનાવી ઇન્ટ્રા-ડે ટ્રેડમાં બીએસઇ ખાતે
રૂ. 875.45 ની સપાટીએ બંધ રહ્યો છેલ્લે બીએસઇ ખાતે
રૂ. 73.55 ની ખોટ પ્રથમ દિવસે 949ની ઇશ્યૂ પ્રાઇસ સામે
7.75 ટકાનો ઘટાડો નોંધાવ્યો રૂ. 949ની ઇશ્યૂ પ્રાઇસ સામે
લિસ્ટિંગના દિવસે કોને કેટલું નુકસાન
વિગત | ઇશ્યૂ પ્રાઇસ | છેલ્લો બંધ | લોસ(રૂ.) |
પોલિસી હોલ્ડર | 889 | 875.465 | -13.55 |
રિટેલ પ્રાઇસ | 904 | 874.45 | -28.55 |
જનરલ ઇશ્યૂ | 949 | 875.45 | -73.55 |
માર્કેટકેપની દ્રષ્ટિએ એલઆઇસી 5માં ક્રમે
કંપની | રૂ. લાખ કરોડ |
RIL | 171.20 |
TCS | 12.63 |
HDFC બેન્ક | 7.29 |
ઇન્ફોસિસ | 6.39 |
LIC | 5.54 |
HUL | 5.27 |
ICICICI | 4.93 |
SBI | 4.17 |
HDFC | 3.97 |
ભારતી એર. | 3.88 |
અન્ય ઇન્સ્યોરન્સ શેર્સની સ્થિતિ
કંપની | બંધ | +/-% |
HDFC લાઇફ | 554.85 | +0.91 |
SBI લાઇફ | 1070.75 | +2.35 |
ICICI પ્રુડે. | 500.75 | -0.01 |
વોટ્સેપીયો જોક ઓફ ધ ડે……..
एलआईसी ने यह साबित कर दिया कि वह किसी भी जिंदा आदमी को कमाकर नहीं देगा एलआईसी से कमाने के लिए आपको मरना पड़ेगा