LIC:શું મળશે ભજિયા, મમરી કે તીખી ચટણી?!
એલઆઇસીમાં લિસ્ટિંગના આગલાં દિવસે રૂ. 19નું ડિસ્કાઉન્ટ
ભજિયા કે મમરી પણ નહિં એસીડીટી કરતી લસણની ચટણીનો ટેસ્ટ….. ગાજ્યા મેહ વરસ્યા નહિં અને માવઠાએ કીચડ કર્યા જેવો ઘાટ હાલ તો એલઆઇસીના આઇપીઓના લિસ્ટિંગ પૂર્વે ગ્રે માર્કેટ પ્રિમિયમના કારણે સર્જાયો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. મંગળવારે લિસ્ટેડ થવા જઇ રહેલા એલઆઇસીના આઇપીઓમાં કંપનીનો શેર સોમવારે મોડી સાંજે ગ્રે માર્કેટમાં ડિસ્કાઉન્ટ રૂ. 19ના કારણે ઇશ્યૂમાં રોકીને લિસ્ટિંગ ટાણે વેચીને નફાના ભજિયાં ખાવાની ટેવ વાળા રોકાણકારોને એસીડીટી કરતી લસણની લિક્વિડ ચટણી પીવાનો ટેસ્ટ થઇ રહ્યો હોવાની બજારમાં રમૂજ ફેલાઇ રહી છે.
સંખ્યાબંધ નકારાત્મક કારણો વચ્ચે મંગળવારે મંગળવારે એક તરફ એલઆઇસીનું લિસ્ટિંગ મ્યુટેડ રહેવાની દહેશત સેવાઇ રહી છે. તો બીજી તરફ આઇપીઓમાં થયેલી મોટી સંખ્યામાં અરજીઓ રિજેક્ટ થઇ હોવાના અહેવાલોના કારણે એક વર્ગ એવી આશા સેવી રહ્યો છે કે, લિસ્ટિંગ સમયે એટલિસ્ટ રૂ. 10-12 મળી જાય તો પણ ભયો ભયો…..!!
છેલ્લા સમાચાર મુજબ ગ્રે માર્કેટમાં અનલિસ્ટેડ શેર રૂ. 13ના ડિસ્કાઉન્ટે રૂ. 936માં વેચાઇ રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે, એક વર્ગ મજબૂત પણે માની રહ્યો છે કે, બજારમાં ફરતાં માલની ખેંચ વચ્ચે લિસ્ટિંગમાં ભજિયા નહિં તો છેવટે મમરી ખાવા તો મળશે જ મળશે…!
સરકારી આઇપીઓ લિસ્ટિંગના લેખાં જોખાં
કંપની | ઈશ્યૂ પ્રાઈસ | લિસ્ટિંગ ગેઈન% | બંધ | +/-% |
IRCTC | 320 | +127.69 | 654 | +104.38 |
કોલ ઈન્ડિયા | 245 | +39.73 | 172 | -29.94 |
હુડકો | 60 | +20.83 | 32 | -46.0 |
એનએચપીસી | 36 | +1.94 | 32 | -11.11 |
SBIલાઈફ | 700 | +1.14 | 1046 | +49.5 |
NTPC | 201 | +1 | 148 | -26.14 |
જન. ઈન્સ્યો. | 912 | -4.56 | 115 | -87.37 |
IRFC | 26 | -4.42 | 21.35 | -17.88 |
ન્યૂ ઈ. એસ્યો | 800 | -9.37 | 104 | -87 |
SBI કાર્ડ્સ | 755 | -9.51 | 723 | -4. |