LICના લિસ્ટિંગે પહેલા તીખી તમતમતી ચટણી પીવડાવી પછી ભજિયું ખાવાનો મોકો પણ આપ્યો
બહુ ચર્ચિત એલઆઇસીનો આઇપીઓ રૂ. 949 ઇશ્યૂ પ્રાઇસ સામે બીએસઇ ખાતે રૂ. 867.20ના મથાળે ખુલી ઉપરમાં રૂ. 872 થઇ સવારે 9.44 કલાકે રૂ. 867.20ના મથાળે રહ્યો હતો. જે ઈશ્યૂ પ્રાઇસ સામે રૂ. 81.80 (8.62 ટકા) ડિસ્કાઉન્ટ દર્શાવે છે. કંપનીએ રિટેલ રોકાણકારોને રૂ. 904માં પોલિસી ધારકોને રૂ. 889ના ઇશ્યૂ પ્રાઇસથી શેર્સ ફાળવ્યા છે. 9.44.09 પછી આ લખાય છે ત્યારે એટલેકે 9.53.09 કલાક દરમિયાન એનએસઇ કે બીએસઇ ખાતે આ સ્ક્રીપમાં સોદા સાવ ઠપ થયેલા જોવા મળ્યા હતા. પરંતુ ત્યારબાદ શેરમાં સતત સુધારાની ચાલ જોવા મળવા સાથે 10.03 કલાકે ભાવ રૂ. 910 આસપાસ થયો હતો.