LIC Q4 Result: “વીમો પાકી ગ્યો”!! નફો 17 ટકા ઘટ્યો
પડ્યા ઉપર પાટું મારે તે આનું નામ!! એક તો આઇપીઓમાં રોકાણકારો છોલાયા અને હવે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઇસી) માર્ચ-22ના અંતે પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 17.41 ટકા ઘટાડા સાથે રૂ. 2409 કરોડ (રૂ. 2917.33 કરોડ) નોંધાવ્યો છે. જેની માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર નકારાત્મક અસર પડી શકે છે. જોકે, કંપનીએ શેરદીઠ રૂ. 1.50નું ડિવિડન્ડ જાહેર કરીને દાઝ્યા ઉપર મલમ લગાડવાની કોશિશ કરી છે. કંપનીની કુલ આવકો જોકે, 11.64 ટકા વધી રૂ. 211471 કરોડ (રૂ. 189176 કરોડ) થઇ છે.
શેરની સોમવારની સ્થિતિ
ખુલ્યો | 832 |
વધી | 841 |
ઘટી | 825.65 |
બંધ | 837.05 |
સુધારો | 1.80 ટકા |
ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી
શેરમાં શોર્ટટર્મ સુધારાની શક્યતા છે. પરંતુ લાંબાગાળાના રોકાણકારોએ હજી કરેક્શન પૂર્ણ થવા સુધી રાહ જોવી હિતાવહ જણાય છે.