અમદાવાદ, 20 મેઃ આગામી સપ્તાહે યુરોપ અને યુએસના ઔદ્યોગિક સેક્ટર્સના ઉત્પાદનના આંકડાઓ ઉપરાંત સર્વિસ સેક્ટર્સના આંકડાઓ જાહેર થશે. તે ઉપરાંત યુકેના બેન્ક ઓફ ઇન્ગલેન્ડના ગવર્નરની સ્પીચ પણ યોજાશે. સાથે સાથે યુએસ ટ્રેઝરી સેક્રેટરી યેલેનની પણ સ્પીચ છે. 29 મેના રોજ યુકે, યુએસ, જર્મની અને ફ્રાન્સના શેરબજારોમાં રજા રહેશે. આ તમામ ઇવેન્ટ્સની અસર વૈશ્વિક શેરબજારો ઉપર કેવી પડશે અને તેની સ્થાનિક શેરબજારો માટે અસર કેટલી અસરકારક રહેશે તે જોવાનું રહેશે.