MamaEarthનો IPO આજે ખૂલ્યો, રોકાણ કરતાં પહેલા એનાલિસિસ અને નિષ્ણાતોની સલાહ જાણો
- MamaEarth IPO: Honasa Consumerના આઈપીઓ માટે રૂ. 324ની ઈશ્યૂ પ્રાઈસ સામે ગ્રે માર્કેટમાં 3 ટકા અર્થાત રૂ. 10 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે.
અમદાવાદ, 31 ઓક્ટોબરઃ ન્યૂ જનરેશન અને પ્રચલિત બ્યૂટી એન્ડ પર્સનલ કેયર બ્રાન્ડ મામાઅર્થની પેરેન્ટ કંપની હોનાસા કન્ઝ્યુમર (Honasa Cosumer IPO)નો આઈપીઓ આજથી 3 દિવસ માટે ખૂલ્યો છે. કંપની રૂ. 308થી 324ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1701 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં બીડદીઠ રોકાણકારોએ 46 શેર્સ માટે રૂ. 14904નું રોકાણ કરવુ પડશે. ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરી શકશે.
ગ્રે માર્કેટમાં મામાઅર્થના આઈપીઓ માટે રૂ. 10 પ્રીમિયમ ચાલી રહ્યા છે. જે ઈશ્યૂ પ્રાઈસ સામે 3 ટકા છે. કંપની રૂ. 365 કરોડનો ફ્રેશ ઈશ્યૂ અને 41248162 શેયર્સ ઓફર ફોર સેલ હેઠળ વેચી ફંડ એકત્ર કરશે. જેમાં એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી કંપનીએ કુલ રૂ. 765.20 કરોડ એકત્રિત કર્યા છે.
IPO Subscription: મામાઅર્થનો આઈપીઓ બપોર સુધીમાં કુલ 0.04 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ પોર્શન 22 ટકા, જ્યારે એનઆઈઆઈ 1 ટકા ભરાયો હતો. કર્મચારીઓએ 1.46 ગણી અરજી કરી હતી.
કંપનીની નાણાકીય સ્થિતિ
ન્યૂ એજ સ્ટાર્ટઅપ પાસે કોઈ રિઝર્વ કે સરપ્લસ નથી. 30 જૂન-23ના રોજ -1290.94 કરોડની રિઝર્વ્સ નોંધાઈ હતી. કંપનીનો નફો 2021-22ની તુલનાએ 2022-23માં 1145.25 ટકા ઘટ્યો છે. જ્યારે આવકો 57.13 ટકા વધી છે. તેની લિસ્ટેડ હરીફની તુલનાએ હોનાસા કન્ઝ્યુમર લિ.ની શેરદીઠ કમાણી અને RoNW સૌથી ઓછી માઈનસમાં છે.
આઈપીઓમાં રોકાણ કરવુ કે નહિં
અગાઉ લિસ્ટેડ સ્ટાર્ટઅપ્સ પર નજર કરીએ તો, આઈપીઓની ઈશ્યૂ પ્રાઈસ ઉંચી છે. ઝોમેટો, નાયકા, પેટીએમ, ફિનકેર સહિતના સ્ટાર્ટઅપ્સના આઈપીઓમાં ઉંચા વેલ્યૂએશન અને વીક ફંડામેન્ટલ્સના કારણે લિસ્ટિંગ બાદ શેર્સની સ્થિતિ અંગે સૌ કોઈ જાણે છે. મામાઅર્થના પ્રમોટર વરૂણ અલઘ અને ગઝલ અલઘ પોસ્ટ આઈપીઓ 35.34 ટકા જ શેયર હોલ્ડિંગ ધરાવશે. જે પબ્લિક શેયર હોલ્ડર્સ માટે વધુ જોખમ સર્જે છે. મોટાભાગના બ્રોકરેજ હાઉસે પણ આઈપીઓથી દૂર રહેવા સલાહ આપી છે. તેમજ ઘણા ઓછા માર્કેટ નિષ્ણાતોએ ઉંચુ જોખમ લેવા ઈચ્છુકોને આઈપીઓમાં શોર્ટ ટર્મ વ્યૂહ સાથે રોકાણ કરવા સલાહ આપી છે. લિસ્ટિંગ બાદ ઈશ્યૂ પ્રાઈસ કરતાં નીચા ભાવે ખરીદવાની તક મળી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)