મોટા બ્રોકરેજ હાઉસ અને ટેકનિકલ એનાલિસ્ટ્સ તેમના ક્લાયન્ટ્સને હવે એવી સલાહ આપી રહ્યા છે કે, નિફ્ટીએ 15000 પોઇન્ટની સપાટી જાળવી રાખી છે. માર્કેટ હવે વધુ પડતું રિએક્ટ કરી રહ્યું છે. એકવાર રશિયા- યુક્રેન વોર ઓવર થઇ ગઇ પછી નિફ્ટી આગામી બે વર્ષના ગાળામાં 20- 22 હજાર પોઇન્ટની સપાટી નોંધાવે તેવી શક્યતા દર્શાવાઇ રહી છે. મોટાભાગના નેગેટિવ ન્યૂઝ હવે ડિસ્કાઉન્ટ થઇ ચૂક્યા છે. તે જોતાં માર્કેટ હવે ટર્નઅરાઉન્ડ થવાનો આશાવાદ પ્રબળ બન્યો છે.

મોતીલાલ ઓસવાલ સિક્યુરિટીઝની નજરે ધ્યાનમાં રાખવા જેવા શેર્સ

રિલાયન્સ ઇન્ડ., આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી બેન્ક, ટીસીએસ, આઇટીસી, એશિયન પેઇન્ટ્સ, મહિન્દ્રા-મહિન્દ્રા, તાતા મોટર્સ, હીરો મોટોકોર્પ, સન ફાર્મા, સિપ્લા