અમદાવાદ, 11 ડિસેમ્બરઃ નિફ્ટીએ 21006ની ન્યૂ હાઇ બનાવ્યા પછી ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સમાં સાવચેતીનો સ્વાભાવિક સૂર છે. પરંતુ જે રીતે માર્કેટ જે લેવલે ખૂલે છે તેનાથી હાયર લેવલે બંધ આપે છે તે જોતાં માર્કેટમાં ટોન હજી તેજીનો જણાય છે. નિફ્ટી માટે નજીકનો સપોર્ટ 20700 પોઇન્ટ જણાય છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ 20886- 20803 પોઇન્ટની સપાટી ધ્યાનમાં રાખવી જ્યારે રેઝિસ્ટન્સ 21029- 21089 પોઇન્ટની સપાટી ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી. ટેકનિકલી 20700 પોઇન્ટનું લેવલ ડબલ બોટમ સપોર્ટ લેવલ જણાય છે. તે તૂટે તો નીચામાં 20500 સુધીની શક્યતા રહેશે.

ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, દિપક ફર્ટીલાઇઝર્સ, ટાટા મોટર્સ, જિયો ફાઇનાન્સ, એયુ બેન્ક, LTIM ખરીદો

બેન્ક નિફ્ટીએ 46500 પોઇન્ટની સપાટીએ બાઉન્સ સ્કેલ નોંધાવવા સાથે 470303 પોઇન્ટની ન્યૂ હાઇ સપાટી નોંધાવી છે. બેન્ક નિફ્ટી માટે લોઅર રેન્જ 46500 મહત્વની ટેકાની સપાટી તરીકે વર્તી શકે. ડેઇલી ચાર્ટ અનુસાર45000- 45400 મહત્વની ગેપ એરિયાને ધ્યાનમાં રાખવા સાથે બેન્ક નિફ્ટીની આગામી ચાર 47800- 48000 વચ્ચેની જોવા મળી શકે તેવું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)