અમદાવાદ, 13 જૂનઃ ભારતીય શેરબજારોએ બુધવારે પણ સુધારાની આગેકૂચ જાળવી રાખી હતી. જેમાં નિફ્ટીએ 23441ની નવી વિક્રમી ઊંચી સપાટી નોંધાવી હતી. અને છેલ્લે 23300 ની આસપાસ બંધ થયો હતો. નિષ્ણાતોના મતે, નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 23150 અને 22950 ની આસપાસ મૂકવામાં આવે છે, જેમાં 40 DEMA ની આસપાસ 22800 પર પોઝિશનલ સપોર્ટ છે. બાય-ઓન-ડિપ અભિગમ સાથે સ્ટોક-સ્પેસિફિક ચાલ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપવામાં આવે છે.

નિફ્ટી માટે મુખ્ય લેવલ્સ:સપોર્ટ: 23184- 23104- 22921 અને રેઝિસ્ટન્સઃ 23367-23469-23652

બેંક નિફ્ટી માટે મુખ્ય લેવલ્સ: રેઝિસ્ટન્સ: 50137-50471- 51334 અને સપોર્ટ: 49274- 48746- 47883

GIFT નિફ્ટીઃ નિફ્ટી બંધની સરખામણીમાં ગિફ્ટ નિફ્ટી 92 પોઈન્ટ (0.39 ટકા) વધીને ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની સકારાત્મક શરૂઆત સૂચવે છે. IST સવારે 07:00 વાગ્યે નિફ્ટી ફ્યુચર 23,461 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ 23265- 23208 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 23411- 23500 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે. તે ઉપરાંત ગુરુવારે માર્કેટની ચાલ સ્ટોક સ્પેસિફિક વિશેષ રહેશે. માટે સ્ટોક્સ આધારીત અભ્યાસ અને નિષ્ણાતની સલાહ અનુસાર ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની પણ સલાહ મળી રહી છે.

ટેકનિકલી નિફ્ટીએ પોઝિટિવ મોમેન્ટમ સાથે હાયર એન્ડ નજીક દોજી કેન્ડલની પેટર્નની રચના કરી છે. ઉપરમાં નિફ્ટી માટે 23600 પોઇન્ટ મહત્વની રેઝિસ્ટન્સ બની શકે.

FII અને DII (નેટ બાયર્સઃ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) 12 જૂને ચોખ્ખા ખરીદદારો બન્યા કારણ કે તેઓએ રૂ. 426 કરોડની ભારતીય ઇક્વિટી ખરીદી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ એ જ દિવસે રૂ. 233 કરોડની ઇક્વિટી ખરીદી હતી.

સ્ટોક્સ ટૂ વોચઃ TATAMOTORS, HCC, JIOFINANCE, IRB, BLS, WHIRPOOL, RVNL, TITAGARH, PFC, TATAPOWER

સેક્ટર્સ ટૂ વોચઃ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગુડ્સ, ટેકનોલોજી, ફાઇનાન્સિયલ, રેલવે સ્ટોક્સ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)