અમદાવાદ, 18 જૂનઃ મિનિ વેકેશન બાદ માર્કેટનો મૂડ કેવો રહેશે તેનો ઇશારો ગિફ્ટ નિફ્ટીએ પોઝિટિવ સ્ટાર્ટ સાથે કરી દીધો છે. નિફ્ટી ટેકનિકલી 23500ના મહત્વના લેવલ આસપાસ સપોર્ટ અને રેઝિસ્ટન્સ બન્ને વચ્ચે રમી રહ્યો છે. તેના માટે હવે 23000 પોઇન્ટની સપાટી રોક બોટમ ગણવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો તેમજ રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ દર્શાવે છે. આરએસઆઇ તેની એવરેજ લાઇનથી ઉપર ટ્રેડ થઇ રહ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ મિક્સ ટોન સૂચવે છે. જ્યારે માર્કેટ મૂડ નિફ્ટીને 25000 પોઇન્ટ સુધી પહોંચાડવાના મૂડમાં છે. માર્કેટ સળંગ 3 દિવસ બંધ રહ્યા બાદ ખૂલી રહ્યા છે. તે પૂર્વે શુક્રવારની સ્થિતિ જોઇએ તો સેન્સેક્સ- નિફ્ટીએ સળંગ ત્રીજા દિવસે ઓલટાઇમ હાઇ સપાટી ઉપર બંધ આપ્યું છે. સેન્સેક્સ 182 પોઇન્ટ વધી 76992 પોઇન્ટ અને નિફ્ટી 66.7 પોઇન્ટ સુધરી 23465 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા.

બેન્ક નિફ્ટીએ તેની ઇન્ગલફિંગ પેટર્ન ઉપર બંધ આપ્યું છે અને વીકલી ચાર્ટ ઉપરની ઇન્સાઇડ રેન્જને પણ ક્રોસ કરી લીધી છે. તે જોતાં માર્કેટમાં નવા હાઇની અપેક્ષા રાખી શકાય. નીચામાં 49500ની સપાટી મહત્વના સપોર્ટ તરીકે વર્તી શકે છે. આરએસઆઇ અને અન્ય મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટમાં એક અપવર્ડ બ્રેકઆઉટ અને હાયર રેન્જની શક્યતા વધી રહી છે.

NIFTY: સપોર્ટ 23370- 23274, રેઝિસ્ટન્સ 23526- 23586

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 49763- 49523, રેઝિસ્ટન્સ 50172- 50342

સ્ટોક્સ ટૂ વોચઃ HDFCBANK, MAZDOCK, COCHINSHIP, HAL, BEL, PARAS, ICICIGI, SBIN, GRSE, HFCL, IREDA, JIOFINANCE

સેક્ટર્સ ટૂ વોચઃ સિલેક્ટિવ ટેકનોલોજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પીએસયુ, ઓઇલ, આઇટી, ગ્રીન એનર્જી

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)