માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24097- 24050, રેઝિસ્ટન્સ 24194- 24243
અમદાવાદ, 16 ઓગસ્ટઃ નિફ્ટીએ અગાઉની કેન્ડલની ઇન્સાઇડ રેન્જમાં બંધ આપવા સાથે માર્કેટમાં ટ્રેન્ડ વોલેટાઇલ અને અનિર્ણાયક રહ્યો છે. ઉપરમાં નિફ્ટી જ્યાં સુધી 24400 પોઇન્ટની સપાટી ક્રોસ કરે નહિં ત્યાં સુધી સુધારા માટે રાહ જુઓની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. આમ પણ 15 ઓગસ્ટ, શનિવાર, રવિવાર અને સોમવારની રજાઓ આવી રહી હોવાથી માર્કેટમાં સાવચેતીનો સૂર વર્તાઇ રહ્યો છે. એકવાર 24400 ક્રોસ થયા તો 24700 નજીકના ભવિષ્યના લેવલ્સ હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે.
નિફ્ટીઃ સપોર્ટ 24097- 24050, રેઝિસ્ટન્સ 24194- 24243
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 49602- 49476, રેઝિસ્ટન્સ 49906- 50085
સ્ટોક્સ ટૂ વોચઃ OLAELE, RVNL, SJVN, TATASTEEL, INFY, OIL, MAZDOCK, COCHINSHIP, PROTEAN, POLYCYBZR, POLYPLEX, HAL
સેક્ટર્સ ટૂ વોચઃ સિલેક્ટેડ બેન્કિંગ, ફાઇનાન્સ, આઇટી, મેટલ્સ, ઓટો, ઓઇલ, ગ્રીન એનર્જી, ફર્ટિલાઇઝર્સ, ડિફેન્સ, સિલેક્ટિવ પીએસયુ
14 ઓગસ્ટના રોજ અસ્થિર સત્ર પછી બજાર સાધારણ ઊંચું બંધ થયું હતું, જેમાં નિફ્ટી 50 24,100 ની ઉપર ટકી રહ્યો હતો. જ્યાં સુધી ઇન્ડેક્સ આ સ્તર ધરાવે છે, ત્યાં સુધી 24,200-24,300 પર તાત્કાલિક પ્રતિકાર તરફ ઉપરની ગતિ શક્ય છે. જો કે, જો ઇન્ડેક્સ 24,100 ની નીચે આવે છે, તો નિષ્ણાતોના મતે જોવા માટે તાત્કાલિક સમર્થન 24,000 છે.
INDIA VIX: અગાઉના બે સત્રોમાં અપટ્રેન્ડ પછી વોલેટિલિટીમાં ઘટાડો થયો હતો, પરંતુ જ્યાં સુધી તે 15 માર્કથી નીચે ન આવે ત્યાં સુધી બુલ્સને આરામદાયક લાગશે નહીં. ઈન્ડિયા VIX 16.17 સ્તરોથી 4.53 ટકા ઘટીને 15.44 થઈ ગયો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)