અમદાવાદ, 22 જુલાઇઃ સળંગ ચાર દિવસની એકધારી તેજીની ચાલ સાથે રોજ નવી ટોચ નોંધાવ્યા બાદ શેરબજારોએ  19 જુલાઇના રોજ ચાર દિવસની જીતનો સિલસિલો છીનવી લીધો, જેમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે બજેટ સપ્તાહ પહેલા નફો બુક કરવાનું પસંદ કર્યું હતું. નિફ્ટી 270 પોઈન્ટ ઘટીને 24,531 પર છે. ટેકનિકલી બજાર સાવચેતીભર્યું લાગે છે, જે ડાઉનસાઇડ પર 24,000નો સપોર્ટ અને 24,900 પોઇન્ટનું સ્તર રેઝિસ્ટન્સ હોવાનું નિષ્ણાતો જણાવે છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટીએ આગલાં દિવસના સુધારાને ધોઇ નાંખવા સાથે ચાર્ટ ઉપર રેન્જના હાયર એન્ડ નજીક દોજી કેન્ડલની રચના કરી છે. 24300ની સપાટી ટ્રેન્ડ રિવર્સલ પોઇન્ટ તરીકે ધ્યાનમાં રાખવી અને હાલના લેવલથી વોલેટિલિટી વધવાની સંભાવના હોવાનું જણાય છે.

નિફ્ટીઃ સપોર્ટ 24408- 24285, રેઝિસ્ટન્સ 24754- 24978

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 52079- 51892, રેઝિસ્ટન્સ 51519- 52773

સ્ટોક્સ ટૂ વોચઃ RVNL, IREDA, IRFC, INFY, RELIANCE, LT, IRCON, HAL, HDFCBANK, TCS, AVANTEL, TEJASNET, HGINFRA, JUBILANTPHARMA

સેક્ટર્સ ટૂ વોચઃપાવર, પીએસયુ, રેલવે, ડિફેન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ, એનર્જી, આઇટી

એફઆઇઆઇ/ ડીઆઇઆઇઃ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 19 જુલાઈના રોજ રૂ. 1506 કરોડની ઇક્વિટી ખરીદી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 461 કરોડની ઇક્વિટી વેચી હતી.

ઇન્ડિયા VIX: સતત ચાર દિવસ સુધી વોલેટિલિટી વધી, 15 માર્ક તરફ ચઢી. જો તે ઉપર જાય છે અને આ સ્તરને ટકાવી રાખે છે, તો તે તેજી માટે વધુ સાવચેતીનો સંકેત આપી શકે છે. ઈન્ડિયા VIX શુક્રવારે 14.51 સ્તરથી 2.17 ટકા વધીને 14.83 થયો હતો. બીજા અઠવાડિયા માટે 8 ટકાથી વધુ વધ્યો.

F&O પ્રતિબંધમાં સ્ટોક: બલરામપુર ચીની મિલ્સ, બંધન બેંક, GMR એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હિન્દુસ્તાન એરોનોટિક્સ, હિન્દુસ્તાન કોપર, ઈન્ડિયા સિમેન્ટ્સ, પીરામલ એન્ટરપ્રાઈઝીસ, સેઈલ અને વેદાંત, F&O પ્રતિબંધમાંથી સ્ટોક્સ દૂર: GNFC, RBL બેન્ક

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)