અમદાવાદ, 3 મેઃ

વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા પછી બજાર રેન્જબાઉન્ડ ટ્રેડમાં પ્રવેશ્યું અને ચાર્ટ પેટર્નને જોતાં થોડા વધુ સત્રો સુધી રેન્જમાં રહેવાની ધારણા છે. નિફ્ટી માટે ઊંચી બાજુએ અડચણ 22800 થવાની ધારણા છે અને નીચલી બાજુએ સપોર્ટ 22500-22400 થવાની સંભાવના છે. જે અનુક્રમે 10-દિવસ અને 21-દિવસના EMA સાથે એકરુપ છે. બંને બાજુએ આ રેન્જ તૂટવાથી આગામી દિવસોમાં ઇન્ડેક્સને મજબૂત દિશા મળી શકે છે.

2 મેના રોજ BSE સેન્સેક્સ 128 પોઈન્ટ વધીને 74611 પર પહોંચ્યો હતો. નિફ્ટી 50 પોઈન્ટ વધીને 22,648 પર પહોંચ્યો હતો અને દૈનિક ચાર્ટ પર નાના ઉપલા પડછાયા સાથે બુલિશ કેન્ડલસ્ટિક પેટર્નની રચના કરી હતી. બેન્ક નિફ્ટી બેન્ચમાર્ક સૂચકાંકોથી નીચો દેખાવ કરીને ઘટાડા સાથે બંધ રહ્યો હતો. બૅન્કિંગ ઇન્ડેક્સ સાઇડવે ટ્રેડિંગ સેશન વચ્ચે 166 પૉઇન્ટ ઘટીને 49,231 પર પહોંચ્યો હતો અને બીજા સત્ર માટે ડેઇલી ચાર્ટ પર લોંગ અપર શેડો સાથે સ્મોલ બેરિશ કૅન્ડલસ્ટિક પેટર્ન રચી હતી, જે ડેઇલી ચાર્ટ પર ડોજી પ્રકારની કૅન્ડલસ્ટિક પેટર્ન જેવી હોય છે.

રિલાયન્સ સિક્યુરિટીઝના ડેઇલી રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 22574- 22500 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 22717- 22785 પોઇન્ટની સપાટીઓ જણાય છે.

FII અને DII ડેટાNSE પર F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ રૂ. 964.47 કરોડ શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 2 મેના રોજ રૂ. 1,352.44 કરોડનું રોકાણ કર્યું હતું, એમ NSEના કામચલાઉ ડેટા દર્શાવે છે.NSE એ આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલને 3 મે માટે F&O પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યું છે, જ્યારે બાયોકોન અને વોડાફોન આઈડિયાને આ યાદીમાં જાળવી રાખ્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)