માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટઃ 23604- 23487 અને રેઝિસ્ટન્સઃ 23796- 23871
અમદાવાદ, 26 જૂનઃ તાજેતરના કોન્સોલિડેશન પછી બજારે અદભૂત ટ્રેડિંગ સેશન નોંધાવ્યું હતું અને નવી ક્લોઝિંગ હાઈ બનાવી હતી, જે દર્શાવે છે કે બુલ્સ મજબૂત સ્થિતિમાં છે. નિફ્ટી 183 પોઈન્ટ ઉછળીને 23721 પર પહોંચ્યો હતો, જે હાયર હાઇ અને હાઈ લોઝ બનાવે છે. મોમેન્ટમ આગામી સત્રોમાં 23500ના સ્તરે સપોર્ટ સાથે ઇન્ડેક્સને 24000 તરફ લઈ જવાની ધારણા સેવાય છે.
બેન્કિંગ અને આઈટી શેરોમાં થયેલા વધારાને પગલે સેન્સેક્સ અને નિફ્ટી 25 જૂનના રોજ રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા હતા. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં આરબીઆઈના ડેટામાં ચાલુ ખાતાની સરપ્લસ $5.7 બિલિયન અથવા જીડીપીના 0.6 ટકા હતી તેના એક દિવસ બાદ બજારોમાં ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 712 પોઈન્ટ્સ અથવા 0.92 ટકા વધીને 78,053.52 પોઈન્ટ પર જ્યારે નિફ્ટી 0.78 ટકા અથવા 183.45 પોઈન્ટ્સ વધીને 23,721.30 પોઈન્ટ પર બંધ થયો હતો. GIFT નિફ્ટી સાધારણ નેગેટિવ ટ્રેડ થઈ રહ્યો હતો, જે દિવસની ફ્લેટથી નેગેટિવ શરૂઆત સૂચવે છે. IST સવારે 07:00 વાગ્યે નિફ્ટી ફ્યુચર 23,706.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટીએ તેની રેન્જની હાયરસાઇડનું લેવલ બ્રેક કર્યું છે. ઓલટાઇમ હાઉ ઉપર બંધ આપ્યું છે. ઉપરમાં નિફ્ટી 23950- 24000 પોઇન્ટની સુધીની આગેકૂચ જાળવે તેવી શક્યતા છે. આરએસઆઇ અને અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટમાં મોમેન્ટમ પોઝિટિવ રહેવા સાથે ટોન તેજીનો જળવાઇ રહેવા શક્યતા છે.
નિફ્ટી 50ના મહત્વના લેવલ્સઃ રેઝિસ્ટન્સ: 23,753, 23,798 અને 23,871, સપોર્ટ: 23,606, 23,560 અને 23,487
બેંક નિફ્ટીઃ રેઝિસ્ટન્સ: 52,748, 52,984 અને 53,366, સપોર્ટ: 51,985, 51,749 અને 51,368
સ્ટોક્સ ટૂ વોચઃMAZDOCK, GRASIM, KRFORGEHDFCBANK, GRSE, HAL, ABFRL, OLECTRA, EUREKAFORBS
સેક્ટર્સ ટૂ વોચઃ સિલેક્ટિવ ટેકનોલોજી, ટેક્સટાઇલ્સ, ફર્ટિલાઇઝર્સ, ઇલેક્ટ્રોનિક્સ પીએસયુ, રેલવે પીએસયુ
F&O પ્રતિબંધમાં સ્ટોક: GNFC, ઇન્ડસ ટાવર્સ, પંજાબ નેશનલ બેંક, SAIL, F&O પ્રતિબંધમાંથી સ્ટોક્સ હટાવ્યાઃ બલરામપુર ચીની મિલ્સ, ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ, ગ્રાન્યુલ્સ ઇન્ડિયા, પિરામલ એન્ટરપ્રાઇઝિસ
FII અને DIIઃ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) ચોખ્ખા ખરીદદારો બન્યા કારણ કે તેઓએ રૂ. 1,175 કરોડની ઇક્વિટી ખરીદી હતી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ તે જ દિવસે રૂ. 149 કરોડની ઇક્વિટી વેચી હોવાથી વેચાણ લંબાવ્યું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)