સ્ટોક્સ ટૂ વોચઃBSE, CDSL, RELIANCE, JIOFINANCE, PCBL, IREDA, YESBANK, ZOMATO, PAYTM, HYUNDAI, SWIGGY, NTPCGREEN, NEWGEN, LEMONTREE, NBCC, AFCONS, CESC

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ ગુરુવારે નિફ્ટીએ 100 દિવસની એવરેજ નજીક બંધ આપીને સ્ટ્રોંગ પોઝિટિવ મોમેન્ટમનો સંકેત આપ્યો છે. ટેકનિકલી નિફ્ટી માટેનો સપોર્ટ સુધરીને 24350 થયો છે. જે ગત સપ્તાહનું રેઝિસ્ટન્સ લેવલ હતું. ઉપરમાં રેઝિસ્ટન્સ 25000નું રાઉન્ડ નંબર લેવલ રહેવા સાથે માર્કેટમાં ધૂમ તેજીની શક્યતા ટેકનિકલ નિષ્ણાતો જોઇ રહ્યા છે. જેમાં નિફ્ટી 26277- 23350 પોઇન્ટની હેવી રેન્જ શોર્ટ મિડિયમ ટર્મ માટે ધરાવતો હોવાનું રિલાયન્સ સિક્યુરીટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે.

5 ડિસેમ્બરના રોજ નિફ્ટી 24,700ની ઉપર બંધ થવા સાથે ઊંચા સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો. બંધ સમયે, સેન્સેક્સ 809.53 પોઈન્ટ અથવા 1 ટકા વધીને 81,765.86 પર અને નિફ્ટી 240.95 પોઈન્ટ અથવા 0.98 ટકા વધીને 24,708.40 પર હતો. GIFT નિફ્ટી નજીવો ઊંચો ટ્રેડ કરી રહ્યો છે, જે દિવસની ફ્લેટથી પોઝિટિવ શરૂઆત સૂચવે છે. નિફ્ટી ફ્યુચર 24,794 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

નિફ્ટી તેમજ બેન્ક નિફ્ટીએ 5 ડિસેમ્બરના રોજ સતત પાંચમા સત્ર માટે તેમની ઉપરની સફર લંબાવી હતી. જો નિફ્ટી 24,700ની સપાટી જાળવી રાખે છે તો પ્રથમ ટાર્ગેટ 24,850, ત્યારબાદ 25,000 નિર્ણાયક રેઝિસ્ટન્સ જોવા મળી શકે. જો કે, 24,500નો તાત્કાલિક સપોર્ટ ધ્યાનમાં રાખવાનો રહેશે. જેમાં 24,350 મુખ્ય સપોર્ટ ઝોન છે. બેન્ક નિફ્ટી પણ 54,000ને વટાવી શકે છે અને તેની ઉપર, 54,467ની રેકોર્ડ ઊંચી સપાટીને નકારી શકાય નહીં. નિષ્ણાંતોના મતે નીચલી બાજુએ 53,000 એ પ્રથમ સપોર્ટ છે, ત્યારબાદ 52,500 છે. 5 ડિસેમ્બર, ગુરુવારે, નિફ્ટી 50 241 પોઈન્ટ (1 ટકા) ઉછળીને 24,708 પર પહોંચ્યો હતો, જ્યારે બેન્ક નિફ્ટી 337 પોઈન્ટ વધીને 53,604 પર હતો, માર્કેટ બ્રેડ્થ તેજીની તરફેણમાં થોડી હતી. NSE પર ઘટી રહેલા 1,185 શેરની સામે લગભગ 1,285 શેર વધ્યા.

NIFTYસપોર્ટ 24383- 24058, રેઝિસ્ટન્સ 24946- 25183
BANKNIFTYSUPPORT 53007- 52409, RESISTANCE 54044- 54485

ફંડ ફ્લો એક્શન: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 5 ડિસેમ્બરે રૂ. 8,539.91 કરોડની ઇક્વિટી ખરીદી હતી, બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2,303 કરોડની ઇક્વિટી વેચી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)