MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 25324- 25232, રેઝિસ્ટન્સ 25560- 25704
અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ નિફ્ટીએ આગલાં દિવસના લોસને રિકવર કરવા સાથે પોઝિટિવ ચાલ ચાલી હતી અને ફેડ રિઝર્વના વ્યાજ ઘટાડાને વધાવી લીધો હતો. 750 પોઇન્ટથી પણ વધુ નોંધાવેલો સુધારો જોકે, સેકન્ડ હાફમાં પ્રોફીટ બુકિંગ પ્રેશરના કારણે સાવ ધોવાઇ ગયો હતો. અને છેલ્લે માર્કેટ ફ્લેટ બંધ રહેવા સાથે સ્મોલ- મિડકેપ શેર્સ ખાસ્સા ઘોવાયા હતા. જેમાં બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, વોડાઆઇડિયા, ભારતી એરટેલ, ઇન્ડસ ટાવર વગેરે અગ્રણી રહ્યા હતા.
ખેર, ટેકનિકલ એનાલિસિસની દ્રષ્ટિએ જોઇએ તો નિફ્ટી માટે 25500 પોઇન્ટની સપાટી હજી પણ સ્ટ્રીક્ટ્લી રેઝિસ્ટન્સ જ રહેશે. ઉપરમાં તે ક્રોસ થાય પછી જ 26600 પોઇન્ટની શક્યતા હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવી રહ્યા છે. નીચામાં 25200 તૂટે તો વેચવાલી વધવાની સંભાવના હોવાનું જણાવે છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ જણાવે છે કે, આરએસઆઇ હાયર રેન્જથી રિવર્સલ ટ્રેન્ડ ધરાવે છે. તે જોતાં આગામી દિવસોમાં લોઅર બેન્ડ એવરેજીસ જોવા મળી શકે છે. ગુરુવારે નિફ્ટી 235 પોઈન્ટ વધીને 25,600 થી વધુ ઈન્ટ્રાડે થઈ ગયો હતો. જો કે, તે પ્રોફિટ બુકિંગને કારણે માત્ર 35 પોઇન્ટના સુધારા સાથે 25,416 પર બંધ રહ્યો હતો. નિફ્ટી માટે રેઝિસ્ટન્સ 25,600 છે ત્યાં સુધી, તે 25,300 પર સપોર્ટ જાળવી રાખે તે જરૂરી હોવાનો મત પણ નિષ્ણાતો વ્યક્ત કરે છે.
સ્ટોક્સ ટૂ વોચઃ TATASTEEL, CIPLA, POWERGRID, NTPC, IIFLFinance, TataPower, PhoenixMills, VSTIndustries, IDFCFirstBank, RelianceInfrastructure, IndianOverseasBank, AUSFBank, DatamaticsGlobal, RaneHoldings, Infosys
ઇન્ડિયા VIX: ફેડરલ રિઝર્વ ઇવેન્ટ સંબંધિત અનિશ્ચિતતાના અંત પછી વોલેટિલિટીમાં તીવ્ર ઘટાડો થયો હતો, જે બુલ્સને વધુ આરામ આપે છે. ઈન્ડિયા VIX 13.37 સ્તરથી 6.75 ટકા ઘટીને 12.47 થયો હતો.
નિફ્ટીઃ સપોર્ટ 25324- 25232, રેઝિસ્ટન્સ 25560- 25704
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 52806- 52574, રેઝિસ્ટન્સ 53311- 53585
સેક્ટર્સ ટૂ વોચઃ પાવર, ગ્રીન એનર્જી, ઓઇલ, એફએમસીજી, ટેકનોલોજી, ફર્ટિલાઇઝર, ડિફેન્સ, સિલેક્ટિવ રેલવે
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)