અમદાવાદ, 10 જૂનઃ મોદી સરકારની શપથવિધિ સંપન્ન થવા સાથે ભારતીય શેરબજારોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ વૈશ્વિક શેરબજારો પાછળ સવારે 7.30મા ટકોરે GIFT નિફ્ટી જે 23,292.5 પર નીચામાં ટ્રેડ થઈ રહ્યો છે તેના નેગેટિવ સંકેતોના પગલે બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી સૂચકાંકો 10 જૂને નીચા ખુલવાની અપેક્ષા છે.

ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો 7 જૂનના રોજ સતત ત્રીજા સત્ર માટે પોઝિટિવ નોંધ પર સમાપ્ત થયા હતા અને BSE સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરની નજીક હતો. બંધ સમયે, સેન્સેક્સ 1,618.85 પોઈન્ટ્સ અથવા 2.16 ટકા વધીને 76,693.36 પર અને નિફ્ટી 468.80 પોઈન્ટ્સ અથવા 2.05 ટકા વધીને 23,290.20 પર હતો.

GIFT નિફ્ટીમાં નેગેટિવ સંકેતોઃ GIFT નિફ્ટી 10 જૂને નિફ્ટી 50 બંધની સરખામણીમાં 37.5 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નકારાત્મક શરૂઆત સૂચવે છે. IST સવારે 07:00 વાગ્યે નિફ્ટી ફ્યુચર્સ 23,292.5 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

દરમિયાનમાં રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ દર્શાવે છે કે,  નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 22946- 22602 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ 23477- 23664 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમા રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી. કારણકે નિફ્ટીએ તેની દોજી કેન્ડલમાંથી હાયરસાઇડમાં બ્રેકઆઉટ આપ્યું છે. જે તેની ઓલટાઇમ હાઇ સપટી નજીકનું લેવલ  દર્શાવે છે. 22800નું લેવલ ક્રોસ થયા બાદ માર્કેટમાં અપમૂવ શરૂ થઇ શકે છે. તેમાં 23500 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ધ્યાનમા રાખવાની પણ સલાહ મળી રહી છે.

સ્ટોક્સ ટૂ વોચઃ TERMAX, INFY, RELIANCE, HDFCBANK, SBIN, TCS, BEL, WIPRO, LT, ICICIBANK

સેક્ટર્સ ટૂ વોચઃ કન્સ્ટ્રક્શન, ટૂરિઝમ, ગેસ ડિસ્ટ્રીબ્યુશન, મેટલ્સ, ઓઇલ, ફર્ટિલાઇઝર્સ, આઇટી- ટેકનોલોજી.

FII અને DII: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) 7 જૂને ચોખ્ખા ખરીદદારો બન્યા કારણ કે તેઓએ રૂ. 4,391.2 કરોડની ભારતીય ઇક્વિટી ખરીદી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ એ જ દિવસે રૂ. 1,289.75 કરોડની ઇક્વિટી વેચી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)