નિફ્ટી માટે 17500 મહત્વની રેઝિસ્ટન્સ, 16800 મહત્વનો સપોર્ટ

રશિયા- યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવના કારણે સર્જાયેલી જિયોપોલિટિકલ ક્રાઇસિસના કારણે વૈશ્વિક શેરબજારોમાં ચિંતાનું મોજું ફેલાયેલું છે. સ્થિતિમાં નિફ્ટીએ સોમવારે 3 ટકા કડાકા સાથે 16800 પોઇન્ટની નીચી નોંધાવી હતી. વળી પાછું મંગળવારે રશિયન લશ્કરની વાપસીના અહેવાલોના કારણે મંગળવારે રાહત રેલી પણ જોવામળી. સમગ્ર સપ્તાહ દરમિયાન હેવી વોલેટિલિટીના અંતે છેલ્લે નોમિનલ ઘટાડા સાથે સેન્સેક્સ- નિફ્ટી બંધ રહ્યા હતા. જોકે, સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક ભારે અફરા-તફરી નોંધાઇ છે.

જે રીતે સમાચારો આવી રહ્યા છે તે જોતાં ક્રૂડની કિંમત અને ડોલરની મજબૂતાઇ ઇન્ડિયન ઇકોનોમિ માટે ખતરાની ઘંટડી સમાન ગણાવી શકાય. વિતેલું સમગ્ર સપ્તાહ ડ્રામાથી ભરપૂર રહેવના કારણે નિફ્ટી 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી જાળવી શક્યો છે.

શું એવું કહી શકાય કે, કાળા વાદળો હટી રહ્યા છે?

શું એવું કહી શકાય કે, કાળા વાદળો હટી રહ્યા છે? તેનો જવાબ છે ના…. કારણકે જ્યાં સુધી વોરની સ્થિતિ સ્પષ્ટ થાય નહિં ત્યાં સુધી બાજી ગમે તે બાજુ પલટાઇ શકે છે. પરંતું એક વાત સ્પષ્ટ છે કે, પેટ્રોલ- ડીઝલ અને ડોલરની તેજી સામાન્ય વર્ગને ચોક્કસ દઝાડશે. પેટ્રોલ-ડીઝલનો જંગી ભાવ વધારો તોળાઇ રહ્યાની આ બધી એંધાણીઓ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

આગામી સપ્તાહે શેરબજારમાં શું કરવું?

  • ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ સૂચવે છે કે, જ્યાં સુધી નિફ્ટી 176450- 17500ની મહત્વની રેઝિસ્ટન્સ  ક્રોસ કરે નહિં ત્યાં સુધી મોટી તેજીની શક્યતા નહિંવત્ત છે.
  • નીચામાં નિફ્ટી 17000- 16800 પોઇન્ટ સુધી ઘટી શકે. જે બ્રેક લેવલ્સ ગણવા. જે બાજુ માર્કેટની દિશા જણાય તે મુજબ વેપાર ગોઠવવાની સલાહ મળી રહીછે.

બ્રોકરેજ હાઉસની નજરે સ્ટોક સ્પેસિફિક ટેકનિકલ એપ્રોચ

એન્જલ બ્રોકીંગઃ

વોલ્ટાસઃ બુલિશ, છેલ્લો બંધ 1252.50, ટાર્ગેટઃ 1310, સ્ટોપલોસઃ 1212.

એવરરેડીઃ બુલિશ, છેલ્લો બંધઃ 359.70, ટાર્ગેટઃ 392, સ્ટોપલોસઃ 318

એસએમસીઃ

બજાજ ઓટોઃ બુલિશ, છેલ્લો બંધઃ 3632, 3850- 3890, સ્ટોપલોસઃ 3420.

સિમેન્સઃ બુલિશઃ છેલ્લો બંધઃ 2457, ટાર્ગેટઃ 2580- 2630, સ્ટોપલોસઃ 2330

બ્રોકરેજ હાઉસની નજરે સ્ટોક સ્પેસિફિક ફન્ડામેન્ટલ એપ્રોચ

એસએમસીઃ

એનટીપીસીઃ છેલ્લો બંધઃ 132.30, ટાર્ગેટઃ 154

52 વીક હાઇઃ                   152.10

52 વીક લોઃ                    93.20

ઇપીએસઃ                       16.56

પીઇ રેશિયોઃ                    7.9

ડિવિડન્ડ યિલ્ડઃ                 4.64 ટકા

ઓરિએન્ટ ઇલેક્ટ્રીકઃ છેલ્લો બંધઃ 344.60, ટાર્ગેટઃ 402.

52 વીક હાઇઃ                   408.20

52 વીક લોઃ                    263.35

ઇપીએસઃ                       6.62

પીઇ રેશિયોઃ                    52.05

ડિવિડન્ડ યિલ્ડઃ                 0.60 ટકા