ZYDUS ને Celecoxib કેપ્સ્યુલ્સ 50 mg, 100 mg, 200 mg અને 400 mg માટે યુએસએફડીએની આખરી મંજૂરી મળી
અમદાવાદ,16 જુલાઇ: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ ને Celecoxib કેપ્સ્યુલ્સ, 50 mg, 100 mg, 200 mg અને 400 mg (Capsules, 50 mg, 100 mg, 200 mg, and 400 mg) માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) તરફથી આખરી મંજૂરી મળી ગઈ છે.
Celecoxib એ નોનસ્ટેરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ડ્રગ (NSAID) છે. તે શરીરમાં બળતરા અને દુઃખાવો કરતા હોર્મોન્સને ઘટાડે છે. તેનો ઉપયોગ આર્થરાઇટિસ, એન્કીલોસિંગ સ્પોન્ડીલાઇટિસ અને મેન્સ્ટ્રુઅલ પેઇન જેવી અનેક સ્થિતિઓમાં થતી બળતરા કે દુઃખાવાની સારવાર માટે થાય છે. તેનો ઉપયોગ કમસે કમ બે વર્ષની ઉંમરના બાળકોમાં જુવેનાઇલ રૂમેટોઇડ આર્થરાઇટિસની સારવાર માટે પણ થાય છે. Celecoxib કેપ્સ્યુલ્સનું ઉત્પાદન ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ (SEZ), અમદાવાદ ખાતે કરવામાં આવશે. Celecoxib કેપ્સ્યુલ્સનું અમેરિકામાં વાર્ષિક વેચાણ 122.6 મિલિયન યુએસ ડોલરનું હતું (IQVIA MAT May 2025).
ZYDUS ગ્રુપ હવે 428 અપ્રૂવલ્સ ધરાવે છે અને નાણાંકીય વર્ષ 2003-04માં ફાઇલિંગ પ્રોસેસ શરૂ કરી ત્યારથી અત્યાર સુધી 492* ANDAs ફાઇલ કર્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
