નિફ્ટી માટે 16050- 16000 મહત્વની ટેકાની સપાટી
બેન્કિંગ- ફાઇનાન્સ, મેટલ અને મિડકેપ્સમાં એફએન્ડઓ પૂર્વે રાહત રેલી
નિફ્ટી માટે ટેકનિકલી 16050- 16000 પોઇન્ટની સપાટી મહત્વની ટેકાની સપાટી બની રહે તેવી શક્યતા છે. આ સપાટી ક્રોસ કર્યા બાદ નિફ્ટી ઉપરમાં 16300- 16375 પોઇન્ટ સુધી સુધરવાની શક્યતા રહેલી છે. નીચામાં અગાઉ જણાવ્યા અનુસાર 16000 પોઇન્ટની સપાટી નીચે સળંગ 3 દિવસ બંધ રહે નહિં, ત્યાં સુધી મોટીની શક્યતા ઓછી જણાય છે.
202 પોઇન્ટના ગેપડાઉનથી ખુલેલો બીએસઇ સેન્સેક્સ એક તબક્કે 324 પોઇન્ટ ઘટ્યો હતો. પરંતુ એફએન્ડઓ એક્સપાયરી, યુએસ એફઓએમસી બેઠક પૂર્વે બેન્કિંગ, ફાઇનાન્સ, મેટલ અને આઇટી શેર્સમાં રાહત રેલી જોવા મળી હતી. સેન્સેક્સ છેલ્લે 503.27 પોઇન્ટના સુધારા સાથે 54252.53 પોઇન્ટ બંધ રહ્યો હતો. સવારે સેન્સેક્સ 202 પોઇન્ટના ગેપઅપથી ખુલ્યો હતો. પરંતુ વારંવાર પ્રોફીટ બુકિંગના કારણે એક તબક્કે 324 પોઇન્ટ ઘટી ગયા બાદ છેલ્લા એક કલાકમાં ફાઇનાન્સ, આઇટી, બેન્કિંગ, મેટર, ઓઇલ, સ્મોલકેપ અને મિડકેપ્સના સહારે સેન્સેક્સ ઘટ્યા મથાળેથી 827 પોઇન્ટ બાઉન્સબેક થયો હતો. નિફ્ટી-50 પણ 144.35 પોઇન્ટના સુધારા સાથએ 16150 પોઇન્ટની ટેકનિકલી ટેકાની સપાટી ક્રોસ કરવામાં સફળ રહેવાસાથે 16170.15 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 30 પૈકી 26 સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ રહી હતી.
માર્કેટબ્રેડ્થ પોઝિટિવ
કુલ ટ્રેડેડ | સુધર્યા | ઘટ્યા |
3429 | 1748 | 1552 |
સુધારો નોંધાવનારા ઇન્ડાઇસિસ
ઇન્ડેક્સ | સુધારો (ટકા) |
ફાઇનાન્સ | 1.97 |
આઇટી | 1.24 |
બેન્કિંગ | 2.15 |
મેટલ | 3.35 |
ઓઇલ | 0.85 |
મિડકેપ | 1.44 |
સ્મોલકેપ | 0.78 |
માર્કેટ માટે નેગેટિવ ફેક્ટર્સ
એફઆઇઆઇ સેલિંગ, ઊંચો ફુગાવો, સંખ્યાબંધ એજન્સીઓની જીડીપી ગ્રોથ રેટ ઘટવાની આશંકા, રશિયા- યુક્રેન યુદ્ધ ઉપરાંત સેન્ટ્રલ બેન્ક્સ દ્રારા થઇ રહેલા વ્યાજદર વધારાની સ્થિતિ
ટોરન્ટ ફાર્માનું 1 શેરે 1 શેર બોનસ રૂ. 23 અંતિમ ડિવિડન્ડ
ટોરન્ટ ફાર્માએ એક શેર ઉપર એક બોનસ શેર આપવાની ભલામણ કરી છે. તે ઉપરાંત કંપનીએ રૂ. 23નું અતિંમ ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. તેના પગલે ગુરુવારે શેર 10.24 ટકા (રૂ. 269.75) ઉછળી રૂ. 2904.30ની સપાટીએ બંધ રહ્યો હતો.