અમદાવાદ, 27 જૂનઃ બુધવારે નિફ્ટીએ 23850 પોઇન્ટના લેવલને ટચ કરવા સાથે 23700નું અપસાઇડ બ્રેકઆઉટ જાળવી રાખ્યું છે. તે દર્શાવે છે કે, હવે 23950- 24000 તરફની ગતિ જોવા મળી શકે છે. માર્કેટમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સ્ટોક સ્પેસિફિક બની રહ્યા છે. તેથી ટ્રેડર્સે સ્ટોપલોસ સાથે ટ્રેડ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ મળી રહી છે. બુધવારે. નિફ્ટી 148 પોઈન્ટ વધીને 23,869 પર પહોંચ્યો, જે સતત ત્રણ દિવસ માટે બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવે છે. નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે નિફ્ટી 23,700-23,500ના સ્તરે સપોર્ટ સાથે આગામી સત્રોમાં 24,200 પછી 24,000 માઇલસ્ટોનને સ્પર્શે તેવી શક્યતા છે. ટેકનિકલ રિસર્ચ અનુસાર નીચામાં નિફ્ટી માટે સપોર્ટ 23730- 23590 અને ઉપરમાં રેઝિસ્ટન્સ 23949- 24029 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.

નિફ્ટીઃ સપોર્ટ 23730- 23590, રેઝિસ્ટન્સ 23949- 24029

બેન્ક નિફ્ટીઃ સપોર્ટઃ 52500- 52130, રેઝિસ્ટન્સ 53115- 53359

સ્ટોક્સ ટૂ વોચઃ ITC, TECHM, EICHERMOT, VEDL, TITAGHAR, GRASIM, GRSE, MAZDOCK, RELIANCE, MAPMYINDIA, IREDA, INDIACEM, INOXGREEN, KECINT, SONACOM, EMART, POLYCAB, CSBBANK, PRAJIND

સેક્ટર્સ ટૂ વોચઃ પીએસયુ, રેલવે સ્ટોક્સ, એનર્જી, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ, કન્ઝ્યુમર સ્ટોક્સ

F&O પ્રતિબંધ હેઠળ સ્ટોક્સઃ ઇન્ડિયા સિમેન્ટ્સ, GNFC, ઇન્ડસ ટાવર્સ, પંજાબ નેશનલ બેંક, SAIL

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)