અમદાવાદ, 31 જુલાઇઃ મારુતિ સુઝુકીનો જૂન 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 2 ગણાથી વધુ વધીને (YoY) રૂ. 2,485 કરોડ નોંધાવ્યો છે. આવક વાર્ષિક ધોરણે 22% વધીને રૂ. 32,327 કરોડ થઈ હતી. ક્વાર્ટરમાં ઇલેક્ટ્રોનિક ઘટકોની અછતને પરિણામે 28,000 થી વધુ વાહનોનું ઉત્પાદન થયું નહિં હોવાનું  કંપનીએ જણાવ્યું હતું.  ચોખ્ખા નફામાં તીવ્ર વૃદ્ધિ વેચાણની મોટી માત્રા, સુધારેલી વસૂલાત, ખર્ચ ઘટાડવાના પ્રયાસો અને ઉચ્ચ બિન-ઓપરેટિંગ આવકને કારણે હતી. કંપનીની આવક, અન્ય ઓપરેટિંગ આવકને બાદ કરતાં, રૂ. 30,845 કરોડની તે અત્યાર સુધીનું સૌથી વધુ ત્રિમાસિક વેચાણ હતું. આ ક્વાર્ટરમાં ઇલેક્ટ્રોનિક ઘટકોની અછતને પરિણામે 28,000થી વધુ વાહનોનું ઉત્પાદન થયું નથી. ક્વાર્ટરના અંતે લગભગ 355,000 વાહનોના પેન્ડિંગ ગ્રાહકોના ઓર્ડર હતા અને કંપની આ ઓર્ડરને ઝડપથી પૂરા કરવાના પ્રયાસો કરી રહી છે, એમ મારુતિ સુઝુકી ઇન્ડિયાએ એક યાદીમાં જણાવ્યું હતું. વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાંની કમાણી (EBITDA ₹1,912 કરોડથી 56% વધીને ₹2,983.1 કરોડ થઈ, જ્યારે EBITDA માર્જિન 200 બેસિસ પોઈન્ટ્સ (bps) વધીને 7.2%થી વધી 9.2% થયું હોવાથી કંપનીનું કાર્યકારી પ્રદર્શન સુધર્યું છે.