MCX: સોનાના વાયદાના ભાવમાં રૂ.515 અને ચાંદીમાં રૂ.850નો કડાકો, ક્રૂડ તેલ રૂ.76 ડાઉન
મુંબઈ, 21 સપ્ટેમ્બરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,01,893 સોદાઓમાં કુલ રૂ.30,595.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,316.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.21259.37 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 68,466 સોદાઓમાં રૂ.5,826.56 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,315ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,315 અને નીચામાં રૂ.58,832 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.515 ઘટી રૂ.58,890ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.211 ઘટી રૂ.47,832 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.35 ઘટી રૂ.5,861ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.481 ઘટી રૂ.58,882ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીનો વાયદોઃ ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,970ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,970 અને નીચામાં રૂ.72,195 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.850 ઘટી રૂ.72,380 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.754 ઘટી રૂ.72,441 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.750 ઘટી રૂ.72,469 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુ વાયદોઃ બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 17,228 સોદાઓમાં રૂ.2,206.71 કરોડના વેપાર થયા હતા. તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.725.45ના ભાવે ખૂલી, રૂ.10.60 ઘટી રૂ.716.60 જ્યારે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.70 ઘટી રૂ.202.75 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી રૂ.187ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.70 ઘટી રૂ.221ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.45 ઘટી રૂ.205.45 સીસુ-મિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.187.10 જસત-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.2.50 ઘટી રૂ.221.45 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ ઓઈલ વાયદોઃ એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 30,520 સોદાઓમાં રૂ.1,259.89 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,408ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,413 અને નીચામાં રૂ.7,353 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.72 ઘટી રૂ.7,403 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.76 ઘટી રૂ.7,396 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.227ના ભાવે ખૂલી, રૂ..80 ઘટી રૂ.226.20 અને નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 0.9 ઘટી 226.3 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝઃ કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.23.15 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,780 અને નીચામાં રૂ.60,320 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.440 ઘટી રૂ.60,620ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.12 વધી રૂ.936.40 બોલાયો હતો.