• Canadaનું કુલ 85 ટકા ઈક્વિટી રોકાણ ભારતમાં

અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી હોવાના આરોપો મૂકતાં ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેને લઈને રોકાણકારો, ભારતીયો સહિત કોર્પોરેટ્સમાં ચિંતા વધી છે. જેની અસર ભારતીય મૂડી બજાર પર થવાની અટકળો છે. પરંતુ વાસ્તવમાં ભારતમાં કેનેડાનો એફડીઆઈ હિસ્સો 0.5 ટકાથી પણ ઓછો છે. તદુપરાંત કેનેડાના કુલ ઈક્વિટી રોકાણમાં 85 ટકા રોકાણ ભારતમાં છે.

કેનેડાએ કુલ 177335 કરોડનું રોકાણ ભારતમાં કર્યું છે. જેમાંથી હાઈબ્રિડમાં રૂ. 3514 કરોડ, ડેટ વીઆઆરમાં રૂ. 1507 કરોડનું રોકાણ સામેલ છે. કેનેડાએ ભારતમાં 150871 કરોડનું ઈક્વિટી રોકાણ અને રૂ. 21443 કરોડનું રોકાણ ડેટમાં કર્યું છે.

કેનેડાના પેન્શન ફંડે પણ દેશની 9 ન્યૂ એજ કંપનીમાં 2 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ (CPPIB), જે કેનેડા પેન્શન પ્લાન (CPP)માંથી રિટર્ન મેળવવા માટે નાણાંનું રોકાણ કરે છે, તેણે એકો ઈન્સ્યોરન્સ અને ઝોમેટો જેવા સ્ટાર્ટઅપ્સમાં મોટાપાયે રોકાણ કર્યું છે.

કેનેડાનું દેશના સ્ટાર્ટઅપ્સમાં રોકાણ

કંપનીહોલ્ડિંગ % માર્ચ-23હોલ્ડિંગ % જૂન-23% Change
Delhivery6.026.00-0.33%
FSN E-Commerce1.461.470.68%
Indus Towers2.172.180.46%
Kotak Mahindra Bank4.342.68-38.25%
Paytm1.751.760.57%
Zomato2.332.371.72%

ભારતે કેનેડિયનના વિઝા અટકાવ્યા

કેનેડાના સતત આરોપો અને પગલાંઓના જોતાં ભારત સરકારે કેનેડામાં વસતા તેના નાગરિકોને “અત્યંત સાવધાની રાખવા” ચેતવણી આપી છે. તેમજ કેનેડિયન્સ માટે ભારતના વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. બીજી બાજુ કેનેડાએ કથિત રીતે ટ્રાવેલ એડવાઈઝરીને નકારી કાઢી હતી. જો કે, વિઝા સેવાનું સંચાલન કરતી કંપનીએ સસ્પેન્શન નોટિસ પાછી ખેંચી લીધી હોવાના અહેવાલો આવ્યા હતા.