મુંબઈ, 30 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,401ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,800 અને નીચામાં રૂ.59,225ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.354 વધી રૂ.59,773ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.15 વધી રૂ.48,499 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.17 વધી રૂ.5,962ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.353 વધી રૂ.59,711ના સ્તરે પહોંચ્યો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 88,011 સોદાઓમાં રૂ.7,520.6 કરોડનાં કામકાજ થયાં હતાં.

સોનાના વાયદાના ભાવમાં રૂ.354 અને ચાંદીમાં રૂ.44ની વૃદ્ધિ

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,328 અને નીચામાં રૂ.70,484ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.44 વધી રૂ.71,169ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.13 વધી રૂ.71,241 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.8 વધી રૂ.71,239 બોલાઈ રહ્યો હતો. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,16,243 સોદાઓમાં કુલ રૂ.25,294.68 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10,255.88 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.15007.73 કરોડનો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.31 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ મે વાયદો રૂ.703.35ના ભાવે ખૂલી, રૂ.2.55 ઘટી રૂ.706.60 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.2 ઘટી રૂ.206.55 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.2.50 ઘટી રૂ.210ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.3.15 ઘટી રૂ.205.75 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.184.95 જસત-મિની જૂન વાયદો રૂ.2.55 ઘટી રૂ.210.25 બોલાઈ રહ્યો હતો. 10,527 સોદાઓમાં રૂ.1,087.62 કરોડના વેપાર થયા હતા.

ક્રૂડ તેલનો વાયદો રૂ.84 ડાઊન, નેચરલ ગેસ સુધર્યુઃ મેન્થા તેલ ઢીલુ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,004ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,021 અને નીચામાં રૂ.5,893ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.84 ઘટી રૂ.5,952 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.82 ઘટી રૂ.5,954 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.196ના ભાવે ખૂલી, રૂ..30 વધી રૂ.195.60 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 0.3 વધી 195.7 બોલાઈ રહ્યો હતો. 44,743 સોદાઓમાં રૂ.1,633.91 કરોડનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,380 અને નીચામાં રૂ.58,720ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.460 વધી રૂ.59,340ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.80 ઘટી રૂ.951.20 બોલાયો હતો. રૂ.13.75 કરોડનાં કામકાજ થયા હતા.

કોમોડિટી વાયદાઓમાં રૂ.10,256 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.15007 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,627.65 કરોડનાં 7,771.636 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,892.95 કરોડનાં 407.141 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.921.94 કરોડનાં 15,49,150 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.711.97 કરોડનાં 3,62,18,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.137.15 કરોડનાં 6,658 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.29 કરોડનાં 1,582 ટન તાંબાના વાયદાઓમાં રૂ.585.41 કરોડનાં 8,245 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.336.06 કરોડનાં 16,017 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.9.94 કરોડનાં 1,680 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.3.81 કરોડનાં 39.6 ટનનાં કામકાજ થયાં હતાં.