મુંબઈ, 18 ડિસેમ્બર: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.37,341.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,505.78 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.29,830.74 કરોડનો હતો.

સોનાનો વાયદો રૂ.100 ઘટ્યોઃ ચાંદીમાં રૂ.25નો સુધારો

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,193ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,226 અને નીચામાં રૂ.61,950ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.100 ઘટી રૂ.62,092ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે સોનાનો એપ્રિલ વાયદો રૂ.62,600 ખૂલી, ઉપરમાં રૂ.62,600 અને નીચામાં રૂ.62,340 બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.74 ઘટી રૂ.62,450ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.67 ઘટી રૂ.50,043 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.17 ઘટી રૂ.6,099ના ભાવે પહોંચ્યો હતો. સોનું મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.103 ઘટી રૂ.61,888ના સ્તરે પહોંચ્યો હતો.

મેન્થા તેલ ઢીલું: સોના-ચાંદીમાં પરસ્પર વિરુદ્ધ ચાલ

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,525ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,780 અને નીચામાં રૂ.74,287ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.25 વધી રૂ.74,550ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ચાંદીનો મે વાયદો રૂ.16 સુધરી રૂ.75,642 બોલાઈ રહ્યો  હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.19 ઘટી રૂ.74,538 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.44 ઘટી રૂ.74,518 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.727.40ના ભાવે ખૂલી, રૂ.2.40 ઘટી રૂ.723.25, જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.35 વધી રૂ.204.20 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.184.50ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.45 વધી રૂ.218.60ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.05 વધી રૂ.196, સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.184.20, જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.1.45 વધી રૂ.218.60 થયો હતો.

ક્રૂડ ડિસેમ્બર વાયદો રૂ.19 વધી રૂ.5,971

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,839ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,989 અને નીચામાં રૂ.5,839ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.19 વધી રૂ.5,971 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.13 વધી રૂ.5,962 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.202ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.5.40 વધી રૂ.204.30 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.5.60 વધી 204.40 થયો હતો.

કોટન ખાંડી જાન્યુઆરી વાયદો  રૂ.760 ઘટી રૂ.55,900ના સ્તરે

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,500 અને નીચામાં રૂ.55,900ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.760 ઘટી રૂ.55,900ના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.7,505 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.29,830 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં રૂ.1,501.90 કરોડનાં 2,420 લોટ્સ, ગોલ્ડ-ગિનીમાં રૂ.3.77 કરોડનાં 751 લોટ્સ, ગોલ્ડ-પેટલમાં રૂ.5.40 કરોડનાં 8,813 લોટ્સ, સોનું-મિનીમાં રૂ.326.40 કરોડનાં 5,270 લોટ્સ અને ચાદીના વાયદાઓમાં રૂ.1,160.98 કરોડનાં 5,189 લોટ્સ, ચાંદી-મિનીમાં રૂ.570.32 કરોડનાં 15,271 લોટ્સ અને ચાંદી-માઈક્રોમાં રૂ.417.13 કરોડનાં 55,885 લોટ્સના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.681.28 કરોડનાં 11,373 લોટ્સ અને ક્રૂડ તેલ-મિનીમાં રૂ.114.28 કરોડનાં 19,050 લોટ્સ તથા નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,095.44 કરોડનાં 43,243 લોટ્સ અને નેચરલ ગેસ-મિનીમાં રૂ.87.51 કરોડનાં 17,334 લોટ્સનાં કામ થયાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.85 કરોડનાં 18 લોટ્સ અને મેન્થા તેલના વાયદાઓમાં રૂ.11.69 કરોડનાં 342 લોટ્સનાં કામકાજ થયાં હતાં.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)