MCX: કોટન-ખાંડી વાયદા રૂ.500 નરમ, સોના-ચાંદી ઘટ્યા
મુંબઈ, 10 ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,93,907 સોદાઓમાં કુલ રૂ.38,548.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,957.46 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 31584.76 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 52,284 સોદાઓમાં રૂ.3,985.03 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.57,689ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,744 અને નીચામાં રૂ.57,543 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.6 વધી રૂ.57,578ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.31 વધી રૂ.46,435 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.5,778ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.36 વધી રૂ.57,304ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.69,045ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,045 અને નીચામાં રૂ.68,655 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.369 ઘટી રૂ.68,725 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.307 ઘટી રૂ.68,823 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.303 ઘટી રૂ.68,882 બોલાઈ રહ્યો હતો.
સોનાના વાયદામાં નોમિનલ સુધારો, ચાંદી રૂ.369 ડાઊન
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 9,449 સોદાઓમાં રૂ.1,128.77 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.709.60ના ભાવે ખૂલી, રૂ.7.10 ઘટી રૂ.704.30 જ્યારે એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.95 ઘટી રૂ.205.55 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.55 ઘટી રૂ.187ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.10 ઘટી રૂ.221ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.0.95 ઘટી રૂ.207.45 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.187.20 જસત-મિની ઓક્ટોબર વાયદો રૂ.1.85 ઘટી રૂ.221.45 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલ રૂ.14 ઘટ્યુ, મેન્થા તેલનો વાયદો પણ ઢીલો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 38,638 સોદાઓમાં રૂ.1,836.71 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,190ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,228 અને નીચામાં રૂ.7,115 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.14 ઘટી રૂ.7,170 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.7 ઘટી રૂ.7,168 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.279ના ભાવે ખૂલી, રૂ..90 ઘટી રૂ.280.40 અને નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 0.7 ઘટી 280.4 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.6 કરોડનાં કામકાજ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.6.95 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,500 અને નીચામાં રૂ.59,420 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.500 ઘટી રૂ.59,480ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.20 ઘટી રૂ.927.30 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.6,957 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 31584 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,132.33 કરોડનાં 3,698.874 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,852.70 કરોડનાં 268.552 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.741.78 કરોડનાં 10,34,650 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,094.93 કરોડનાં 3,86,26,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.69.43 કરોડનાં 3,372 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.29.31 કરોડનાં 1,567 ટન તાંબાના વાયદાઓમાં રૂ.670.51 કરોડનાં 9,488 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.359.52 કરોડનાં 16,218 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.14 કરોડનાં 192 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.5.81 કરોડનાં 62.28 ટનનાં કામકાજ થયાં હતાં.