અમદાવાદ, 24 મે: કોટક મહિન્દ્રા બેંક (‘KMBL’ / ‘કોટક’) એ ખામીરહિત, સાહજિક અને સેવાનો સંપૂર્ણ અનુભવ પૂરાં પાડનારા તેના પ્રમુખ ડિજિટલ બેંકિંગ પ્લેટફૉર્મ કોટક811 માટે એક નવા અને સાહસિક અધ્યાયની જાહેરાત કરી છે. ભારતની ડિજિટલ ફર્સ્ટ-જનરેશન માટે તૈયાર કરવામાં આવેલું નવું ડિજિટલ બેંકિંગ પ્લેટફૉર્મ કોટક811 એક ફક્ત એક એપ નથી પરંતુ તમારી આંગળીઓના ટેરવે રમતી સંપૂર્ણ બેંક છે.

આજના ગ્રાહકો પરંપરાગત બેંકિંગ સિવાય બીજું ઘણું બધું માગે છે – તેમને સ્પીડ, સરળતા અને સુરક્ષા જેવી બધી જ ખાસિયતો મોબાઇલ-ફર્સ્ટ એક્સપીરિયન્સમાં ખામીરહિત રીતે એકીકૃત થયેલી જોઇએ છે. તેમની આ જરૂરિયાતને પૂરી કરવા માટે જ કોટક811ની રચના કરવામાં આવી છે.

આ અભિયાનના લૉન્ચ વખતે વાત કરતાં સીએમઓ અને હેડ – પ્રોપોઝિશન્સ રોહિત ભાસિનએ જણાવ્યું હતું કે, સાહજિક, ઝડપી અને ખામીરહિત. આ અભિયાનનો મૂળભૂત સંદેશ છે – ‘બેંકિંગ સો સ્મૂધ, ઇટ્સ મખ્ખન’ – જે આ એપના ખામીરહિત અનુભવ અને આંગળીઓના ટેરવે તમામ નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવાની તેની ક્ષમતાને દર્શાવે છે.’

કોટક811ના બિઝનેસ હેડ મનિષ અગ્રવાલએ જણાવ્યું હતું કે, ‘કોટક મહિન્દ્રા બેંકની વિશ્વસનીયતાના સમર્થનની સાથે પાંચ મિનિટની અંદર તરત જ ઑનબૉર્ડિંગથી માંડીને ખામીરહિત યુપીઆઈ પેમેન્ટ્સ, રોકાણના સ્માર્ટ ટૂલ્સ અને કૅશબૅક્સ સુધી અમારું આ પ્લેટફૉર્મ ખરેખર ડિજિટલ-ફર્સ્ટ અનુભવ પૂરો પાડે છે.’ કોટક811ના કૉ-હેડ જય કોટકએ આ પ્લેટફૉર્મને વિકસાવવા પાછળ ગ્રાહક-કેન્દ્રી અભિગમ હોવાનું જણાવ્યું હતું.