MCX: ક્રૂડ તેલ વાયદો રૂ.117 ઘટ્યો
મુંબઈ, 8 મેઃ
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.64,208.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,333.97 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 52867.65 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,163ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,315 અને નીચામાં રૂ.70,901ના મથાળે અથડાઈ, રૂ.68 વધી રૂ.71,216ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.94 વધી રૂ.57,527 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 ઘટી રૂ.7,015ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.56 વધી રૂ.71,192ના સ્તરે પહોંચ્યો હતો.
સોના–ચાંદીના વાયદાઓમાં સીમિત રેન્જમાં સુધારો
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.82,878ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.83,117 અને નીચામાં રૂ.82,300ના મથાળે અથડાઈ, રૂ.122 વધી રૂ.83,000ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.126 વધી રૂ.82,920 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.88 વધી રૂ.82,878 બોલાઈ રહ્યો હતો.
તમામ બિનલોહ ધાતુઓમાં નરમાઈનો માહોલ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ મે વાયદો રૂ.861.40ના ભાવે ખૂલી, રૂ.11.20 ઘટી રૂ.853.80 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.2.45 ઘટી રૂ.231.90 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.194ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.4.55 ઘટી રૂ.258ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.2.40 ઘટી રૂ.232.50 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.193.75 જસત-મિની મે વાયદો રૂ.4.55 ઘટી રૂ.257.45 બોલાઈ રહ્યો હતો.
નેચરલ ગેસ, કોટન–ખાંડીમાં વૃદ્ધિ, મેન્થા તેલ ઢીલુઃ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,533ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,540 અને નીચામાં રૂ.6,434ના મથાળે અથડાઈ, રૂ.117 ઘટી રૂ.6,468 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.111 ઘટી રૂ.6,472 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.185ના ભાવે ખૂલી, રૂ.4.70 વધી રૂ.188.90 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 4.4 વધી 188.5 બોલાઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.11,334 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 52,868 કરોડનું ટર્નઓવર
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,600 અને નીચામાં રૂ.57,300ના મથાળે અથડાઈ, રૂ.80 વધી રૂ.57,600ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.10 ઘટી રૂ.931.20 બોલાયો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.6.50 કરોડનાં કામકાજ
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,473.31 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,849.46 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.807.23 કરોડનાં 22,852 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,311.20 કરોડનાં 75,042 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.201.25 કરોડનાં 3,048 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.38.33 કરોડનાં 746 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.970.06 કરોડનાં 4,533 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.677.68 કરોડનાં 10,038 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.11 કરોડનાં 4 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.4.33 કરોડનાં 129 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)