અમદાવાદઃએમસીએક્સ ખાતે સોમવારે ક્રૂડ તેલમાં વૃદ્ધિ, કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.310ની નરમાઈ રહી હતી.સામે નેચરલ ગેસ, મેન્થા તેલ પણ ઢીલા રહેવા સાથે પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9299 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.12587 કરોડનું ટર્નઓવર અને બુલડેક્સ વાયદામાં રૂ.33 કરોડનાં કામકાજ નોંધાયા હતા.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 97,677 સોદાઓમાં કુલ રૂ.4,817.39 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,348ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,348 અને નીચામાં રૂ.53,265 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.513 વધી રૂ.53,778ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.225 વધી રૂ.43,269 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.27 વધી રૂ.5,328ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,646ના ભાવે ખૂલી, રૂ.269 વધી રૂ.53,615ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,698ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,000 અને નીચામાં રૂ.65,301 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.655 વધી રૂ.65,423 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.510 વધી રૂ.66,916 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.494 વધી રૂ.66,898 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં 10,366 સોદાઓમાં રૂ.1,583.86 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.05 વધી રૂ.215.15 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.4 વધી રૂ.277ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.95 વધી રૂ.701.45 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.15 વધી રૂ.187ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં 41,326 સોદાઓમાં કુલ રૂ.2,850.69 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,577ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,725 અને નીચામાં રૂ.6,565 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.165 વધી રૂ.6,713 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.34.20 ઘટી રૂ.489.70 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.31,920ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.32,100 અને નીચામાં રૂ.31,530 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.310 ઘટી રૂ.31,590ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.40 ઘટી રૂ.941.70 થયો હતો.