સોનાનો વાયદો રૂ.182 અને ચાંદીનો વાયદો રૂ.225 વધ્યોઃ ક્રૂડ તેલ ઢીલું
મુંબઈઃ MCX પર સોનાનો વાયદો રૂ.182 અને ચાંદીનો વાયદો રૂ.225 વધ્યોઃ ક્રૂડ તેલ ઢીલું રહ્યું હતું. કોટન, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારો જોવાયો હતો. જ્યારે પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7370 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14387 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.20 કરોડનાં કામકાજ થયા હતા.
સોનું ફેબ્રુઆરી વાયદામાં રૂ. 182નો સુધારો
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,262ના ભાવે ખૂલી, રૂ.54,275 અને રૂ.54,030ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.182 વધી રૂ.54,233ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.124 વધી રૂ.43,403 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.5,341ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,860ના ભાવે ખૂલી, રૂ.143 વધી રૂ.53,884ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદી માર્ચ વાય.દામાં રૂ. 225 વધી રૂ. 67259ની સપાટીએ
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,362ના ભાવે ખૂલી, રૂ.67,681 અને રૂ.66,892ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.225 વધી રૂ.67,259ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.248 વધી રૂ.67,250 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.263 વધી રૂ.67,260 બોલાઈ રહ્યો હતો.
એલ્યુમિનિયમ અને જસત વાયદાઓમાં ઘટાડાની ચાલ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.90 ઘટી રૂ.214.55 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.0.15 ઘટી રૂ.284ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.708.60 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.186ના ભાવ થયા હતા.
ક્રૂડ તેલમાં પણ સતત ઘટાડાની ચાલ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,972ના ભાવે ખૂલી, રૂ.6,008 અને રૂ.5,912ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.7 ઘટી રૂ.5,961 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.60 ઘટી રૂ.494.10 બોલાઈ રહ્યો હતો.
કોટન, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.31,280ના ભાવે ખૂલી, રૂ.31,540 અને રૂ.31,220ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.210 વધી રૂ.31,420ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.21 વધી રૂ.985.40 થયો હતો.