સોનામાં સુધારાની આગેકૂચ -ચાંદીમાં કરેક્શનનો ટોન
મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,305ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,485 અને નીચામાં રૂ.56,245ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.52 વધી રૂ.56,338ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.261 વધી રૂ.45,187 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 વધી રૂ.5,561ના ભાવે પહોંચ્યો હતો. GOLD MINI ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,299ના ભાવે ખૂલી, રૂ.81 વધી રૂ.56,301ના સ્તરે પહોંચ્યો હતો. MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,13,314 સોદાઓમાં કુલ રૂ.14,852.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8577.73 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.6246.88 કરોડનો હતો. સોના-ચાંદીમાં 81,104 સોદાઓમાં કુલ રૂ.4,916.06 કરોડનાં કામકાજ થયાં હતાં. SILVERના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,015ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,221 અને નીચામાં રૂ.67,726ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.279 ઘટી રૂ.67,948ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.274 ઘટી રૂ.68,067 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.251 ઘટી રૂ.68,069 બોલાઈ રહ્યો હતો.
CRUDE તેલમાં નરમાઈનો માહોલ, બિનલોહ ધાતુઓ, મેન્થા તેલના વાયદામાં ઘટાડો
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.3.15 ઘટી રૂ.218.60 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.0.50 ઘટી રૂ.289ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.5.70 ઘટી રૂ.768.90 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.10 ઘટી રૂ.189ના ભાવ થયા હતા. 12,843 સોદાઓમાં રૂ.2,106.36 કરોડના વેપાર થયા હતા.
ENERGY સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,410ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,421 અને નીચામાં રૂ.6,352ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.108 ઘટી રૂ.6,402 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.20 ઘટી રૂ.273.70 બોલાઈ રહ્યો હતો. 31,964 સોદાઓમાં કુલ રૂ.1,544.57 કરોડનો ધંધો થયો હતો.
AGRI COMMODITIESના વાયદાઓમાં MCX ખાતે મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.60 ઘટી રૂ.1019 થયો હતો. 271 સોદાઓમાં રૂ.10.74 કરોડનાં કામકાજ થયા હતા.