મુંબઈ, 22 મેઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,05,333 સોદાઓમાં કુલ રૂ.22,036.65 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,941.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 14071.86 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 67,111 સોદાઓમાં રૂ.4,930.79 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,245ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,430 અને નીચામાં રૂ.60,165ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.50 ઘટી રૂ.60,329ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.48,476 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.6,052ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.51 ઘટી રૂ.60,338ના સ્તરે પહોંચ્યો હતો.

કીમતી અને બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સાર્વત્રિક ઘટાડો

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.73,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.73,381 અને નીચામાં રૂ.72,557ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.166 ઘટી રૂ.73,155ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.127 ઘટી રૂ.73,158 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.123 ઘટી રૂ.73,161 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 10,651 સોદાઓમાં રૂ.1,217.72 કરોડના વેપાર થયા હતા. તાંબુ મે વાયદો રૂ.719.95ના ભાવે ખૂલી, રૂ.7.05 ઘટી રૂ.717.10 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.1.35 ઘટી રૂ.208.95 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.184ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.2.50 ઘટી રૂ.223ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.25 ઘટી રૂ.209.25 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.183.75 જસત-મિની મે વાયદો રૂ.2.50 ઘટી રૂ.222.95 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલનો વાયદો સુધર્યો, બુલડેક્સ વાયદામાં રૂ.23 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 49,247 સોદાઓમાં રૂ.1,754.11 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,910ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,974 અને નીચામાં રૂ.5,873ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 વધી રૂ.5,969 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.38 વધી રૂ.5,970 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.211ના ભાવે ખૂલી, રૂ.5.20 ઘટી રૂ.209.10 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 5.2 ઘટી 209.1 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.39.03 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,300 અને નીચામાં રૂ.59,020ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,760 ઘટી રૂ.59,200ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2 વધી રૂ.955.90 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.7,942 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14071 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,772.57 કરોડનાં 4,592.690 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,158.22 કરોડનાં 295.242 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.605.17 કરોડનાં 10,20,620 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,148.94 કરોડનાં 5,34,88,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.97.04 કરોડનાં 4,648 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.41.47 કરોડનાં 2,252 ટન તાંબાના વાયદાઓમાં રૂ.741.85 કરોડનાં 10,323 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.337.36 કરોડનાં 15,117 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.29.18 કરોડનાં 4,896 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.9.85 કરોડનાં 102.24 ટનનાં કામકાજ થયાં હતાં.