મુંબઈ, 22 મેઃ પેટીએમ બ્રાન્ડની માલિકી ધરાવતી પેમેન્ટસ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડે (OCL) રિટેલ રોકાણકારો માટે અત્યંત આધુનિક બોન્ડ પ્લેટફોર્મ રજૂ કર્યું છે. કંપનીએ રિટેલ ઈનવેસ્ટર્સ માટે સરકારી, કોર્પોરેટ અને ટેક્સ-ફ્રી બોન્ડ ખરીદવાની પ્રક્રિયાને સરળ બનાવતાં આ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. રોકાણકારોએ હવે કૂપન રેટ્સ, ક્લિનપાઈસ વિરૂધ્ધ ડર્ટી પ્રાઈસ, કૂપન ફ્રીકવન્સી, કૂપન રેકોર્ડ ડેટ વગેરેની માહિતી માટે અલગ અલગ સ્ત્રોતોની તપાસ કરવી નહી પડે અને તેને બદલે પેટીએમ મની એપ્પના ડેશબોર્ડ ઉપર તમામ માહિતી ઉપલબ્ધ થશે.

પેટીએમ સરળ સલામત અને પારદર્શક બોન્ડ પ્રોડક્ટ્સ લઈ આવી છે. તે લિમિટ ઓર્ડર, ડીફોલ્ટ ઓર્ડર ટાઈપ જેવા રોકાણકારોની સલામતિ માટેનાં ફીચર્સ ધરાવે છે. પેટીએમ મની આવાં ઘણાં ફીચર્સ ધરાવે છે. હાલમાં પેટીએમ મની ઉપર અર્લી એકસેસ વેઈટીંગ પ્રોગ્રામ તરીકે બોન્ડઝ રજૂ કરવામાં આવ્યા છે. જે રોકાણકારો પોતાના રોકાણમાંથી સ્થિર આવક અને ફીક્સ વળતર મેળવવા ઈચ્છતા હોય તે પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશનના ભાગરૂપે બોન્ડમાં રોકાણ કરી શકે છે. જેની પાકતી મુદ્દત (મેચ્યોરીટી ડેટ) 16 દિવસથી માંડીને 39 વરસ જેટલી હોય છે. હાલમાં આ બોન્ડઝમાં વાર્ષિક 7થી 7.3 ટકા જેટલુ રિટર્ન મળે છે. તદુપરાંત બોન્ડઝ પ્રિમેચ્યોર પેનલ્ટી/લોક ઈન વગર કોઈ પણ સમયે બજારમાં વેચી શકાય છે.