MCX DAILY REPORT: સોનાના વાયદા રૂ.424 અને ચાંદીમાં રૂ.1,466 ગબડ્યા
મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,43,574 સોદાઓમાં કુલ રૂ.27,748.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,636.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16079.06 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 1,15,933 સોદાઓમાં રૂ.8,392.85 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,000 અને નીચામાં રૂ.59,739 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.424 ઘટી રૂ.59,817ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.236 ઘટી રૂ.48,230 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.35 ઘટી રૂ.6,013ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.408 ઘટી રૂ.59,863ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,445ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,454 અને નીચામાં રૂ.71,109 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,466 ઘટી રૂ.71,267 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,362 ઘટી રૂ.71,405 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,363 ઘટી રૂ.71,400 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 15,153 સોદાઓમાં રૂ.1,561.9 કરોડના વેપાર થયા હતા. તાંબુ મે વાયદો રૂ.717.45ના ભાવે ખૂલી, રૂ.9.45 ઘટી રૂ.707.95 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.1.80 ઘટી રૂ.207.20 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.4.30 ઘટી રૂ.217ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.55 ઘટી રૂ.207.55 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.95 ઘટી રૂ.182.50 જસત-મિની મે વાયદો રૂ.4.30 ઘટી રૂ.217.15 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલ, મેન્થા તેલમાં સુધારોઃ નેચરલ ગેસ ઢીલુ, બુલડેક્સ વાયદામાં રૂ.33 કરોડનાં કામકાજ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 47,835 સોદાઓમાં રૂ.1,652.57 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,027ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,046 અને નીચામાં રૂ.5,961 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16 વધી રૂ.6,033 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.20 વધી રૂ.6,034 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.199ના ભાવે ખૂલી, રૂ.1.30 ઘટી રૂ.197.20 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 1.1 ઘટી 197.4 બોલાઈ રહ્યો હતો.
કોટન-ખાંડીના વાયદામાં નરમાઈની આગેકૂચ રહી વાયદો રૂ.58 હજારની નીચે બોલાયો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.29.33 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,880ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,500 અને નીચામાં રૂ.57,860 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.560 ઘટી રૂ.58,020ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.50 વધી રૂ.959.40 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.11,637 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.16079 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,249.89 કરોડનાં 7,093.427 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.4,142.96 કરોડનાં 576.171 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.561.45 કરોડનાં 9,35,520 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,091.12 કરોડનાં 5,33,21,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.222.10 કરોડનાં 10,706 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.38.51 કરોડનાં 2,101 ટન તાંબાના વાયદાઓમાં રૂ.811.15 કરોડનાં 11,383 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.490.14 કરોડનાં 22,355 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.18.42 કરોડનાં 3,168 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.10.91 કરોડનાં 112.68 ટનનાં કામકાજ થયાં હતાં.