MCX પર કોટન-ખાંડી વાયદામાં રૂ.260નો સુધારો
મુંબઈ, 26 મેઃ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,55,890 સોદાઓમાં કુલ રૂ.19,220.26 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,329.91 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.10872.3 કરોડનો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.18 કરોડનાં કામકાજ
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 65,303 સોદાઓમાં રૂ.5,604.09 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,542ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,660 અને નીચામાં રૂ.59,484ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.117 વધી રૂ.59,577ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.804 વધી રૂ.48,651 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 વધી રૂ.5,990ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.133 વધી રૂ.59,626ના સ્તરે પહોંચ્યો હતો.
સોનાના વાયદાના ભાવમાં રૂ.117 અને ચાંદીમાં રૂ.736ની વૃદ્ધિ
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.70,405ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,044 અને નીચામાં રૂ.70,374ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.736 વધી રૂ.70,978ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.676 વધી રૂ.71,052 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.684 વધી રૂ.71,051 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 13,449 સોદાઓમાં રૂ.1,339.51 કરોડના વેપાર થયા હતા. તાંબુ મે વાયદો રૂ.698.95ના ભાવે ખૂલી, રૂ.7.90 વધી રૂ.702.50 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.2.05 વધી રૂ.209.15 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.2.60 વધી રૂ.185ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.5.20 વધી રૂ.209ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.4.25 વધી રૂ.209.95 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.183.95 જસત-મિની મે વાયદો રૂ.5.55 વધી રૂ.208.40 બોલાઈ રહ્યો હતો.
નેચરલ ગેસ, મેન્થા તેલમાં ઢીલાશ, ક્રૂડ તેલ વધ્યુ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 40,537 સોદાઓમાં રૂ.1,377.38 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,952ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,016 અને નીચામાં રૂ.5,940ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.61 વધી રૂ.6,007 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.58 વધી રૂ.6,008 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.204ના ભાવે ખૂલી, રૂ.0.50 ઘટી રૂ.202.20 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 0.4 ઘટી 202.4 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.8.93 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,340ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,980 અને નીચામાં રૂ.57,340ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.260 વધી રૂ.57,760ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.60 ઘટી રૂ.944 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.8,330 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.10872 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,145.17 કરોડનાં 5,272.283 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,458.92 કરોડનાં 346.767 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.524.52 કરોડનાં 8,77,460 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.852.86 કરોડનાં 4,17,57,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.169.85 કરોડનાં 8,163 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.36.10 કરોડનાં 1,960 ટન તાંબાના વાયદાઓમાં રૂ.642.12 કરોડનાં 9,063 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.491.44 કરોડનાં 23,385 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.7.75 કરોડનાં 1,344 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.1.18 કરોડનાં 12.24 ટનનાં કામકાજ થયાં હતાં.