MCX DAILY REPORT: ક્રૂડ તેલના વાયદામાં રૂ.207ની નરમાઈઃ સોના-ચાંદીમાં સુધારો
મુંબઈ, 3 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,58,024 સોદાઓમાં કુલ રૂ.26,071.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,621.02 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 19426.74 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 50,665 સોદાઓમાં રૂ.3,382.95 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,740ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,856 અને નીચામાં રૂ.60,636 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.117 વધી રૂ.60,745ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.116 વધી રૂ.48,557 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.25 વધી રૂ.6,084ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.19 વધી રૂ.60,806ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,214ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,711 અને નીચામાં રૂ.74,924 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.157 વધી રૂ.75,202 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.23 વધી રૂ.76,113 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.15 વધી રૂ.76,106 બોલાઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.6,621 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 19426 કરોડનું ટર્નઓવર
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,820 સોદાઓમાં રૂ.,939.95 કરોડના વેપાર થયા હતા. તાંબુ મે વાયદો રૂ.736.05ના ભાવે ખૂલી, રૂ.2.60 ઘટી રૂ.736.60 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.0.95 ઘટી રૂ.209.50 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.184ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.1.70 વધી રૂ.234ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.95 ઘટી રૂ.209.70 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0 કોઈ ફેરફાર વગર રૂ.184.40 જસત-મિની મે વાયદો રૂ.1.50 વધી રૂ.234.30 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 60,965 સોદાઓમાં રૂ.2,294.94 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,889ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,899 અને નીચામાં રૂ.5,685 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.207 ઘટી રૂ.5,698 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.205 ઘટી રૂ.5,701 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.184ના ભાવે ખૂલી, રૂ.1.40 ઘટી રૂ.179.90 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 1.4 ઘટી 180.1 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.23 કરોડનાં કામકાજ, કોટન-ખાંડી વાયદામાં રૂ.140ની ઢીલાશ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.3.18 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.62,940ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,940 અને નીચામાં રૂ.62,900 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.140 ઘટી રૂ.62,900ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1 ઘટી રૂ.971.50 બોલાયો હતો.