MCX: સોનું વાયદો રૂ.56 વધ્યોઃ ચાંદી રૂ.149 ઘટી, ક્રૂડ તેલમાં વૃદ્ધિ
મુંબઈઃ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,040 અને નીચામાં રૂ.54,863 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.56 વધી રૂ.54,954ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.82 વધી રૂ.44,047 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.5,399ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.54,527ના ભાવે ખૂલી, રૂ.32 વધી રૂ.54,573ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,592ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,875 અને નીચામાં રૂ.69,400 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 149 ઘટી રૂ.69,493 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 106 ઘટી રૂ.69,477 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.90 ઘટી રૂ.69,465 બોલાઈ રહ્યો હતો.
મેટલ્સમાં સાધારણ સુધારાની ચાલ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.35 ઘટી રૂ.209.05 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.1.20 ઘટી રૂ.273ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.713.20 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.187ના ભાવ થયા હતા.
કોટનમાં તેજીની આગેકૂચઃ મેન્થા તેલ ઢીલુ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,350ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,447 અને નીચામાં રૂ.6,311 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.103 વધી રૂ.6,422 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.40 વધી રૂ.459.10 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.30,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.30,700 અને નીચામાં રૂ.30,280 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.230 વધી રૂ.30,400ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.14.70 ઘટી રૂ.997.90 થયો હતો.