MCX: સોનાના વાયદામાં રૂ.342 અને ચાંદીમાં રૂ.1,112નો સુધારો
મુંબઈ, 6 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.23,169.79 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,576.18 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 16588.89 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,879ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.73,045 અને નીચામાં રૂ.72,729 ના મથાળે અથડાઈ, રૂ.342 વધી રૂ.72,860ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.257 વધી રૂ.59,036 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.27 વધી રૂ.7,186ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.355 વધી રૂ.72,709ના સ્તરે પહોંચ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.4.72 કરોડનાં કામકાજ
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.90,839ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.91,997 અને નીચામાં રૂ.90,839 ના મથાળે અથડાઈ, રૂ.1,112 વધી રૂ.91,556 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,161 વધી રૂ.91,510 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,162 વધી રૂ.91,500 બોલાઈ રહ્યો હતો.
સીસા સિવાયની બિનલોહ ધાતુઓ વધી
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જૂન વાયદો રૂ.873.90ના ભાવે ખૂલી, રૂ.4.15 વધી રૂ.873.80 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.85 વધી રૂ.240.95 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.190ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.259ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.1.80 વધી રૂ.241.50 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.189.70 જસત-મિની જૂન વાયદો રૂ.1.05 વધી રૂ.259.45 બોલાઈ રહ્યો હતો.
નેચરલ ગેસ, મેન્થા તેલ, કોટન-ખાંડીમાં સાર્વત્રિક વૃદ્ધિ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,212ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,255 અને નીચામાં રૂ.6,212 ના મથાળે અથડાઈ, રૂ.27 વધી રૂ.6,217 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.26 વધી રૂ.6,215 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.230ના ભાવે ખૂલી, રૂ.0.70 વધી રૂ.228.90 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 0.7 વધી 228.9 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલમાં રૂ.27નો સુધારો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,960ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,000 અને નીચામાં રૂ.56,620 ના મથાળે અથડાઈ, રૂ.40 વધી રૂ.57,000ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.90 વધી રૂ.910.70 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.6,576 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 16,589 કરોડનું ટર્નઓવરઃ
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,894.84 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,062.32 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.251.37 કરોડનાં 8,663 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.501.15 કરોડનાં 24,613 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.85.25 કરોડનાં 1,424 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.26.99 કરોડનાં 462 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.514.11 કરોડનાં 2,349 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.227.82 કરોડનાં 3,141 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.36 કરોડનાં 5 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.2.63 કરોડનાં 80 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)