MCX: સોનુ વાયદામાં રૂ.172, ચાંદીમાં રૂ.127નો સુધારો
અમદાવાદ હાજર બજારના ભાવ (તા. 28 જુલાઇ -23)
ચાંદી ચોરસા | 72500- 74500 |
ચાંદી રૂપું | 72300- 74300 |
સિક્કા જૂના | 700- 900 |
999 સોનું | 60800- 61300 |
995 સોનું | 60600- 61100 |
હોલમાર્ક | 60075 |
મુંબઈ, 28 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,13,238 સોદાઓમાં કુલ રૂ.18,119.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,931.37 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10972.25 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 48,656 સોદાઓમાં રૂ.3,865.63 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,670 અને નીચામાં રૂ.59,451 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.172 વધી રૂ.59,575ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.221 વધી રૂ.48,298 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 વધી રૂ.5,900ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.134 વધી રૂ.59,012ના સ્તરે પહોંચ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.14 કરોડનાં કામકાજ
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.73,753ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.73,947 અને નીચામાં રૂ.73,600 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.127 વધી રૂ.73,874 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.137 વધી રૂ.73,805 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.118 વધી રૂ.73,785 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 7,413 સોદાઓમાં રૂ.,864.13 કરોડના વેપાર થયા હતા. તાંબુ જુલાઈ વાયદો રૂ.735.20ના ભાવે ખૂલી, રૂ.0.30 ઘટી રૂ.735.55 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.35 ઘટી રૂ.197.75 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.184ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.218ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.45 ઘટી રૂ.198.65 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.184.25 જસત-મિની જુલાઈ વાયદો રૂ.0.30 ઘટી રૂ.218.90 બોલાઈ રહ્યો હતો.
નેચરલ ગેસમાં વૃદ્ધિ, ક્રૂડમાં મામૂલી વધઘટ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 29,671 સોદાઓમાં રૂ.1,185.71 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,567ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,599 અને નીચામાં રૂ.6,553 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1 વધી રૂ.6,563 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.1 ઘટી રૂ.6,561 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.213ના ભાવે ખૂલી, રૂ..60 વધી રૂ.212.80 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 0.8 વધી 213.4 બોલાઈ રહ્યો હતો.
મેન્થા તેલ, કોટન-ખાંડીમાં નરમાઈનો માહોલ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.15.90 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,940 અને નીચામાં રૂ.58,480 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.320 ઘટી રૂ.58,540ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7 ઘટી રૂ.868.30 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.5,931 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 10972.25 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,073.82 કરોડનાં 3,488.101 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,791.81 કરોડનાં 242.422 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.459.32 કરોડનાં 6,98,760 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.726.39 કરોડનાં 3,37,21,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.97.84 કરોડનાં 4,928 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.15.96 કરોડનાં 867 ટન તાંબાના વાયદાઓમાં રૂ.522.27 કરોડનાં 7,068 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.228.06 કરોડનાં 10,401 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.7.04 કરોડનાં 1,200 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.8.86 કરોડનાં 100.08 ટનનાં કામકાજ થયાં હતાં.