એમસીએક્સ: સોનાના વાયદામાં રૂ.558 અને ચાંદીના વાયદામાં રૂ.1136નો ઉછાળો
સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8957.66 કરોડનાં કામકાજ
અમદાવાદ, 20 ઓગસ્ટ: સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8957.66 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.71530ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.72150 અને નીચામાં રૂ.71403ના સ્તરને સ્પર્શી, રૂ.71584ના આગલા બંધ સામે રૂ.558ના ઉછાળા સાથે રૂ.72142ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.499 ઊછળી રૂ.57917ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો 1 ગ્રામદીઠ રૂ.58 વધી રૂ.7039ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.501ના ઉછાળા સાથે રૂ.71639ના ભાવ થયા હતા.
બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18097 પોઈન્ટના સ્તરે
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.84800ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.85529 અને નીચામાં રૂ.84392ના સ્તરને સ્પર્શી, રૂ.84338ના આગલા બંધ સામે રૂ.1136ના ઉછાળા સાથે રૂ.85474ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.1070ની તેજી સાથે રૂ.85213ના ભાવે બોલાયો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ઓગસ્ટ વાયદો રૂ.1051ની તેજી સાથે રૂ.85202ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 2289.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.1 વધી રૂ.807.45ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ઓગસ્ટ વાયદો રૂ.2.65 વધી રૂ.266.65ના ભાવ થયા હતા.
મે એલ્યુમિનિયમ ઓગસ્ટ વાયદો રૂ.2.4 વધી રૂ.226.35ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓગસ્ટ વાયદો 30 પૈસા વધી રૂ.188ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ક્રૂડ તેલમાં રૂ.18ની નરમાઈ, નેચરલ ગેસ, બિનલોહ ધાતુઓમાં એકંદરે સુધારો
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1835.65 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.6171ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6212 અને નીચામાં રૂ.6094ના મથાળે અથડાઈ, રૂ.6190ના આગલા બંધ સામે રૂ.18ની નરમાઈ સાથે રૂ.6172ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.21 ઘટી રૂ.6177ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.3 વધી રૂ.189.5ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો રૂ.3 વધી રૂ.189.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.962.7ના ભાવે ખૂલી, રૂ.1.3 ઘટી રૂ.964.8ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.100 વધી રૂ.57100ના ભાવે બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.13091.25 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.48165.47 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 4170.44 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4787.22 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1490.32 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 298.32 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 34.06 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 466.62 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 816.33 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1019.32 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 8.08 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 8.63 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 21005 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 33428 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5959 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 132023 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 34261 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 52982 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 155825 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 8474 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 45976 લોટના સ્તરે રહ્યો હતો.