MCX: ગોલ્ડ-ગિનીના વાયદામાં રૂ.503 અને ચાંદીના વાયદામાં રૂ.1213નો ઉછાળો
મુંબઇ, 30 ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.41,343.59 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. ગોલ્ડ-ગિનીનો ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.48,996ના ભાવે ખૂલી, આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.503ના ઉછાળા સાથે રૂ.49,499 બોલાઈ રહ્યો હતો. સોનું ડિસેમ્બર વાયદો રૂ.84 વધી રૂ.61,240ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ.71,839ના ભાવે ખૂલી, રૂ.1,213ના ઉછાળા સાથે રૂ.72,930 બોલાયો હતો. આ સામે ક્રૂડ તેલનો નવેમ્બર વાયદો રૂ.125 ઘટી રૂ.7,003ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન-ખાંડીનો નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.320 ઘટી રૂ.58,700 બોલાયો હતો.
શુક્રવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 11,59,619 સોદાઓમાં કુલ રૂ.1,06,317.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.20,610.26 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 85687.56 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 1,65,288 સોદાઓમાં રૂ.12,214.9 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,915ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,268 અને નીચામાં રૂ.60,693 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.204 વધી રૂ.61,156ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.44 વધી રૂ.48,996 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.30 વધી રૂ.6,021ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.217 વધી રૂ.60,952ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,745ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,900 અને નીચામાં રૂ.71,284 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.137 વધી રૂ.71,717 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.116 વધી રૂ.71,761 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.108 વધી રૂ.71,769 બંધ થયો હતો.
ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.125 અને કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.320ની નરમાઈ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 11,342 સોદાઓમાં રૂ.1,595.11 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.696ના ભાવે ખૂલી, રૂ.5.15 વધી રૂ.699.50 જ્યારે એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.204.70 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.25 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.60 વધી રૂ.221ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.95 વધી રૂ.205.60 સીસુ-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.186.05 જસત-મિની ઓક્ટોબર વાયદો રૂ.0.90 વધી રૂ.220.95 બંધ થયો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.20 કરોડનાં કામકાજ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 1,49,018 સોદાઓમાં રૂ.6,791.76 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,031ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,154 અને નીચામાં રૂ.6,932 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.183 વધી રૂ.7,128 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.174 વધી રૂ.7,123 બંધ થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.293ના ભાવે ખૂલી, રૂ.3.90 વધી રૂ.295.40 અને નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો 3.9 વધી 295.5 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.8.49 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,100 અને નીચામાં રૂ.59,000 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.200 વધી રૂ.59,020ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.30 વધી રૂ.907.80 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.20,610 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.85687.56 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5,268.07 કરોડનાં 8,647.063 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.6,946.83 કરોડનાં 968.158 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.2,646.13 કરોડનાં 37,61,760 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.4,145.63 કરોડનાં 13,86,56,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.183.98 કરોડનાં 8,984 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.43.49 કરોડનાં 2,340 ટન તાંબાના વાયદાઓમાં રૂ.1,107.32 કરોડનાં 15,703 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.260.32 કરોડનાં 11,756 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.42 કરોડનાં 240 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.7.07 કરોડનાં 76.68 ટનનાં કામકાજ થયાં હતાં.