મુંબઈ, તા. 10 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 34,017 સોદાઓમાં રૂ.2,687.01 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,739ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,739 અને નીચામાં રૂ.58,595ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.122 ઘટી રૂ.58,660ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.42 ઘટી રૂ.47,543 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.5,867ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.95 ઘટી રૂ.58,652ના સ્તરે પહોંચ્યો હતો. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,85,581 સોદાઓમાં કુલ રૂ.23,120.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,943.33 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.18170.57 કરોડનો હતો.

અમદાવાદ હાજર બજારના ભાવ (તા. 10 જુલાઇ -23)

ચાંદી ચોરસા70500- 71500
ચાંદી રૂપું70300- 71300
સિક્કા જૂના700- 900
999 સોનું60200- 60500
995 સોનું60000- 60300
હોલમાર્ક59290

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,284ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,316 અને નીચામાં રૂ.71,037ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.113 ઘટી રૂ.71,197ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.53 ઘટી રૂ.71,248 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.50 ઘટી રૂ.71,263 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 5,462 સોદાઓમાં રૂ.,625.32 કરોડના વેપાર થયા હતા. તાંબુ જુલાઈ વાયદો રૂ.721.15ના ભાવે ખૂલી, રૂ.3.65 ઘટી રૂ.718.30 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.195.75 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.182ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.214ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.30 વધી રૂ.196 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.181.70 જસત-મિની જુલાઈ વાયદો રૂ.0.15 ઘટી રૂ.214.40 બોલાઈ રહ્યો હતો.

નેચરલ ગેસમાં સુધારો, બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 42,053 સોદાઓમાં રૂ.1,626.18 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,055ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,082 અને નીચામાં રૂ.6,033ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3 ઘટી રૂ.6,060 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.1 ઘટી રૂ.6,061 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.216ના ભાવે ખૂલી, રૂ.8.50 વધી રૂ.220.20 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 8.2 વધી 220.3 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.6 કરોડનાં કામકાજ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.4.82 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,800 અને નીચામાં રૂ.56,280ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં કોઈ ફેરફાર વગર રૂ.56,540ના સ્તરે સ્થિર હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.70 ઘટી રૂ.895.50 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.4,943 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.18170 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,580.50 કરોડનાં 2,691.229 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,106.51 કરોડનાં 155.181 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.633.66 કરોડનાં 1,044,830 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.992.52 કરોડનાં 45,214,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.75.53 કરોડનાં 3,855 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.32.95 કરોડનાં 1,815 ટન તાંબાના વાયદાઓમાં રૂ.355.69 કરોડનાં 4,948 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.161.15 કરોડનાં 7,525 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.90 કરોડનાં 336 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.2.92 કરોડનાં 32.4 ટનનાં કામકાજ થયાં હતાં.