MCX: સોના-ચાંદીના વાયદામાં પ્રત્યાઘાતી ઘટાડો
મુંબઈ, 7 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.46,789.81 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,893.08 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 37890.50 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,280ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,398 અને નીચામાં રૂ.70,927ના મથાળે અથડાઈ, રૂ.268 ઘટી રૂ.71,101ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.57,466 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 ઘટી રૂ.7,019ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.226 ઘટી રૂ.71,095ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.82,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.83,044 અને નીચામાં રૂ.82,514ના મથાળે અથડાઈ, રૂ.105 ઘટી રૂ.82,850ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.73 ઘટી રૂ.82,765 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.83 ઘટી રૂ.82,744 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.6.23 કરોડનાં કામકાજ, મેન્થા તેલમાં વૃદ્ધિ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ મે વાયદો રૂ.867.25ના ભાવે ખૂલી, રૂ.5.45 ઘટી રૂ.861.25 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.234.10 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.193ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.260ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.50 ઘટી રૂ.234.75 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.1.05 વધી રૂ.192.85 જસત-મિની મે વાયદો રૂ.0.60 વધી રૂ.259.55 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલમાં મામૂલી સુધારો, નેચરલ ગેસ પણ ઢીલુ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,582ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,593 અને નીચામાં રૂ.6,534ના મથાળે અથડાઈ, રૂ.3 વધી રૂ.6,545 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.5 વધી રૂ.6,549 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.184ના ભાવે ખૂલી, રૂ.2.10 ઘટી રૂ.184.20 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 2.2 ઘટી 184.2 બોલાઈ રહ્યો હતો.
કોટન–ખાંડી વાયદાના ભાવમાં રૂ.140ની નરમાઈ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,340ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,340 અને નીચામાં રૂ.57,340ના મથાળે અથડાઈ, રૂ.140 ઘટી રૂ.57,340ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.70 વધી રૂ.930 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.8,893 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 37,891 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,653.96 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,781.60 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.463.91 કરોડનાં 13,704 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,561.08 કરોડનાં 90,453 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.123.50 કરોડનાં 1,866 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.45.58 કરોડનાં 768 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.793.80 કરોડનાં 3,676 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.467.81 કરોડનાં 6,533 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..84 કરોડનાં 3 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ..97 કરોડનાં 29 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)