MCX: સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ
મુંબઈ, 27 જૂનઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,04,837 સોદાઓમાં કુલ રૂ.23,460.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,123.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16324.36 કરોડનો હતો. દરમિયાન, એમસીએક્સે એક પરિપત્ર મારફત જણાવ્યા મુજબ બકરી ઈદની જાહેર રજામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પહેલાં બકરી ઈદની રજા જે 28 જૂનને બુધવારના દિવસે જાહેર કરવામાં આવેલી હતી, તે હવે 29 જૂનને ગુરૂવારના રોજ રાખવામાં આવેલ છે, જેથી બુધવારના રોજ કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. ગુરૂવારના રોજ પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહેશે, જ્યારે બીજા સત્રનાં કામકાજ ચાલુ રહેશે, જેમાં ગુરૂવારના રોજ બીજા સત્ર દરમિયાન બિનકૃષિ કોમોડિટીઝ અને ઈન્ડાઈસીસ માટે કામકાજનો સમય સાંજે 5 વાગ્યાથી રાત્રે 11-30 વાગ્યા સુધીનો, જ્યારે કૃષિ કોમોડિટીઝ (કોટન અને કપાસ) માટે કામકાજનો સમય સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે, જેની તમામ ટ્રેડરો અને સભ્યોએ નોંધ લેવી.
મેન્થા તેલ ઢીલુ, બુલડેક્સ વાયદામાં રૂ.13 કરોડનાં કામકાજ
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 56,595 સોદાઓમાં રૂ.4,150.41 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,493ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,532 અને નીચામાં રૂ.58,306ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.66 ઘટી રૂ.58,346ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.137 વધી રૂ.47,053 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.55 વધી રૂ.5,847ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.56 ઘટી રૂ.58,200ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.69,573ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,729 અને નીચામાં રૂ.69,316ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.188 વધી રૂ.69,373ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.293 વધી રૂ.69,393 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.294 વધી રૂ.69,483 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યાઃ કોટન-ખાંડીમાં સુધારો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 44,859 સોદાઓમાં રૂ.1,799.99 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,744ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,766 અને નીચામાં રૂ.5,609ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.112 ઘટી રૂ.5,625 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.106 ઘટી રૂ.5,633 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.228ના ભાવે ખૂલી, રૂ..30 વધી રૂ.226.70 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 0.8 વધી 227 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.17.96 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.54,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,680 અને નીચામાં રૂ.54,300ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.60 વધી રૂ.54,520ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.70 ઘટી રૂ.890.50 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.7,124 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.16324.36 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,800.91 કરોડનાં 3,080.383 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,349.50 કરોડનાં 334.279 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,231.56 કરોડનાં 2,164,350 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.568.43 કરોડનાં 24,198,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.173.41 કરોડનાં 8,767 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.68.48 કરોડનાં 3,770 ટન તાંબાના વાયદાઓમાં રૂ.613.87 કરોડનાં 8,523 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.299.55 કરોડનાં 14,016 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.11.50 કરોડનાં 2,064 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.6.46 કરોડનાં 71.28 ટનનાં કામકાજ થયાં હતાં.