મુંબઈ, 5 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.19,587.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,693.47 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 13891.01 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,139ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,199 અને નીચામાં રૂ.72,000 ના મથાળે અથડાઈ, રૂ.212 વધી રૂ.72,000ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.30 ઘટી રૂ.58,506 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ. કોઈ ફેરફાર વગર રૂ.7,133ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.108 ઘટી રૂ.71,674ના સ્તરે પહોંચ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.3.44 કરોડનાં કામકાજ

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.89,898ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.90,000 અને નીચામાં રૂ.88,912 ના મથાળે અથડાઈ, રૂ.239 ઘટી રૂ.89,420 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.252 ઘટી રૂ.89,333 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.268 ઘટી રૂ.89,325 બોલાઈ રહ્યો હતો.

તમામ બિનલોહ ધાતુઓ ઘટી, મેન્થા તેલ પણ સુધર્યુ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જૂન વાયદો રૂ.863.40ના ભાવે ખૂલી, રૂ.2.10 ઘટી રૂ.861.40 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.2.70 ઘટી રૂ.238.40 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.75 ઘટી રૂ.189ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.3.20 ઘટી રૂ.258ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.2.30 ઘટી રૂ.239.35 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.40 ઘટી રૂ.188.95 જસત-મિની જૂન વાયદો રૂ.3.10 ઘટી રૂ.258.50 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલનો વાયદો રૂ.50 ઘટ્યો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,130ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,145 અને નીચામાં રૂ.6,107 ના મથાળે અથડાઈ, રૂ.50 ઘટી રૂ.6,117 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.48 ઘટી રૂ.6,119 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.221ના ભાવે ખૂલી, રૂ.0.80 વધી રૂ.220.40 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 0.7 વધી 220.5 બોલાઈ રહ્યો હતો.

કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.700નો ઉછાળો

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,520ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,180 અને નીચામાં રૂ.56,520 ના મથાળે અથડાઈ, રૂ.700 વધી રૂ.57,180ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.90 વધી રૂ.910 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.5,693 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 13,891 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,179.82 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,986.73 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.168.31 કરોડનાં 5,554 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.388.26 કરોડનાં 20,763 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.103.23 કરોડનાં 1,593 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.53.26 કરોડનાં 875 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.501.30 કરોડનાં 2,325 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.307.73 કરોડનાં 4,246 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.3.01 કરોડનાં 11 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.1.80 કરોડનાં 55 લોટનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)