અમદાવાદ હાજર બજારના ભાવ (તા. 26 જૂન-23)

ચાંદી ચોરસા69500- 70500
ચાંદી રૂપું69300- 70300
સિક્કા જૂના700- 900
999 સોનું60400- 60700
995 સોનું60200- 60500
હોલમાર્ક59485

મુંબઈ, 26 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,46,814 સોદાઓમાં કુલ રૂ.27,207.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,807.22 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.18331.64 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 93,908 સોદાઓમાં રૂ.5,999.71 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,429ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,670 અને નીચામાં રૂ.58,352 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.305 વધી રૂ.58,612ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.118 ઘટી રૂ.47,166 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.22 વધી રૂ.5,808ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.273 વધી રૂ.58,461ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.68,599ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,320 અને નીચામાં રૂ.68,599 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,156 વધી રૂ.69,239 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.961 વધી રૂ.69,035 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,008 વધી રૂ.69,075 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારાનો સંચાર

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 44,635 સોદાઓમાં રૂ.1,556.33 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,686ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,750 અને નીચામાં રૂ.5,654 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.38 વધી રૂ.5,713 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.38 વધી રૂ.5,716 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.226ના ભાવે ખૂલી, રૂ.7.40 વધી રૂ.224.80 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 7.4 વધી 224.5 બોલાઈ રહ્યો હતો.

કોટન-ખાંડી વાયદામાં રૂ.620નો કડાકો

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.36.01 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.54,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,980 અને નીચામાં રૂ.54,660 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.620 ઘટી રૂ.54,700ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.60 વધી રૂ.893.20 બોલાયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.69 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 13,582 સોદાઓમાં રૂ.1,215.17 કરોડના વેપાર થયા હતા. તાંબુ જૂન વાયદો રૂ.718.50ના ભાવે ખૂલી, રૂ.0.50 વધી રૂ.715.10 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.20 ઘટી રૂ.195.15 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.2.30 ઘટી રૂ.211ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.1.15 ઘટી રૂ.195.15 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.20 ઘટી રૂ.181.80 જસત-મિની જૂન વાયદો રૂ.2.10 ઘટી રૂ.210.60 બોલાઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.8,807 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.18331 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,047.10 કરોડનાં 3,497.642 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,952.61 કરોડનાં 567.661 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.755.52 કરોડનાં 1,323,760 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.800.81 કરોડનાં 34,229,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.194.74 કરોડનાં 9,873 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.61.83 કરોડનાં 3,393 ટન તાંબાના વાયદાઓમાં રૂ.498.11 કરોડનાં 6,930 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.460.49 કરોડનાં 21,666 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.29.69 કરોડનાં 5,328 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.6.32 કરોડનાં 69.84 ટનનાં કામકાજ થયાં હતાં.