MCXને સ્ટીલ રિબારમાં વાયદા કોન્ટ્રાક્ટ માટે સેબીની મંજૂરી
મુંબઈ, 15 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) ને સ્ટીલ રિબારમાં વાયદા કોન્ટ્રાક્ટ્સ લોન્ચ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) તરફથી મંજૂરી મળી છે. આ કોન્ટ્રાક્ટ્સમાં એક ટનના ક્વોટેશન મૂલ્ય સાથે 5 ટનનું ટ્રેડિંગ યુનિટ હશે અને 200 મે.ટનની મહત્તમ ઓર્ડર સાઈઝ હશે. ટિક સાઈઝ (લઘુત્તમ ભાવ મૂવમેન્ટ) મે.ટનદીઠ 10 રૂપિયાની હશે.
સ્ટીલ રિબાર વાયદા કોન્ટ્રાક્ટ માટે ભાવનું ક્વોટ છત્તીસગઢના રાયપુર જિલ્લામાં એક્સ-વેરહાઉસ હશે, જેમાં વધારાના ડિલિવરી કેન્દ્રોમાં મહારાષ્ટ્ર રાજ્યના થાણે, હરિયાણામાં પલવલ, તમિલનાડુમાં ચેન્નાઈ અને પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુરનો સમાવેશ થાય છે. સ્ટીલ રિબાર વાયદા કોન્ટ્રાક્ટ માટે પ્રારંભિક માર્જિન લઘુતમ 8% અથવા સ્પાન પર આધારિતમાંથી જે વધારે હોય તે રહેશે. એક્સ્ટ્રીમ લોસ માર્જિન લઘુતમ 1%નું રહેશે. ડિલિવરી લોજિક ફરજિયાત ડિલિવરી હશે.સ્ટીલ રિબારના આ કોન્ટ્રેક્ટ શરૂ કરવાનો ઉદ્દેશ્ય બજારના સહભાગીઓને ભાવ જોખમનું સંચાલન કરવા અને તેમની હેજિંગ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક નવું સાધન પ્રદાન કરવાનો છે. કોન્ટ્રેક્ટની લોન્ચિંગ તારીખ પછીથી જાહેર કરવામાં આવશે, એમ એમસીએક્સે જણાવ્યું હતું.