MCX: સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં પ્રત્યાઘાતી સુધારો
નેચરલ ગેસ, કોટન, રબરના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ મેન્થા તેલ નરમ
એમસીએક્સ ખાતે બુધવારે સોના-ચાંદી, ક્રૂડ સહિતના કેટલાંક વાયદાઓમાં પ્રત્યાઘાતી સુધારાની ચાલ રહી હતી. જોકે મેન્થા તેલમાં નરમાઇનો ટોન રહ્યો હતો.
સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,449ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,780 અને નીચામાં રૂ.50,322 ના મથાળે અથડાઈ, રૂ.165 વધી રૂ.50,751ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.37 વધી રૂ.40,751 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.5,077ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,575ના ભાવે ખૂલી, રૂ.135 વધી રૂ.50,797ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,525ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,274 અને નીચામાં રૂ.60,224 ના મથાળે અથડાઈ, રૂ. 584 વધી રૂ.61,202 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ. 533 વધી રૂ.61,503 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.530 વધી રૂ.61,492 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.80 વધી રૂ.232.80 અને જસત મે વાયદો રૂ.4.20 વધી રૂ.315ના ભાવ થયા હતા. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.7 વધી રૂ.760.35 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.2.05 વધી રૂ.184ના ભાવ થયા હતા.
ક્રૂડ વાયદામાં સાધારણ સુધારાની ચાલ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,813ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,021 અને નીચામાં રૂ.7,813 ના મથાળે અથડાઈ, 1 બેરલદીઠ રૂ.243 વધી રૂ.7,997 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.30 વધી રૂ.578.40 બોલાઈ રહ્યો હતો.
કૃષિ વાયદામાં કોટન વાયદો રૂ. 160 સુધર્યો
મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.47,320ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,650 અને નીચામાં રૂ.47,290 ના મથાળે અથડાઈ, રૂ.160 વધી રૂ.47,600ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,400ના ભાવે ખૂલી, રૂ.50 વધી રૂ.17400 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.60 ઘટી રૂ.1133.10 થયો હતો.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,934.368 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 795.939 ટન, ક્રૂડ તેલમાં 570700 બેરલ અને નેચરલ ગેસમાં 7437500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 96450 ગાંસડી, મેન્થા તેલમાં 514.8 ટન, રબરમાં 8 ટન ના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં, ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,177 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 14,343ના સ્તરે ખૂલી, 149 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 66 પોઈન્ટ વધી 14,421ના સ્તરે પહોંચ્યો હતો.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.227 ખૂલી, ઊપરમાં રૂ.260 અને નીચામાં રૂ.175 રહી, અંતે રૂ.19.50 વધી રૂ.250.50 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.190 ખૂલી, ઊપરમાં રૂ.278 અને નીચામાં રૂ.186.40 રહી, અંતે રૂ.92.60 વધી રૂ.265.40 થયો હતો. સોનું મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.331 ખૂલી, ઊપરમાં રૂ.423.50 અને નીચામાં રૂ.285 રહી, અંતે રૂ.18 વધી રૂ.411 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સન પૈકી સોનું-મિની મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.970 ખૂલી, ઊપરમાં રૂ.980 અને નીચામાં રૂ.684.50 રહી, અંતે રૂ.102 ઘટી રૂ.709.50 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.151.70 ખૂલી, ઊપરમાં રૂ.151.70 અને નીચામાં રૂ.94 રહી, અંતે રૂ.75 ઘટી રૂ.98.10 થયો હતો. નેચરલ ગેસ મે રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.26.05 ખૂલી, ઊપરમાં રૂ.33.70 અને નીચામાં રૂ.26.05 રહી, અંતે રૂ.3.70 ઘટી રૂ.30.10 થયો હતો.